અર્થવ્યવસ્થા મુદ્દે પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને લીધી આડે હાથે - પ્રિયંકા ગાંધી
નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નબળી અર્થવ્યવસ્થા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી છે. આ અંગે તેમણે ટ્વીટ કરી કેન્દ્ર સરકાર અને કેન્દ્રિયપ્રધાનોને આડે હાથે લેતા ક્રિકેટ વીડિયો રજૂ કર્યો છે.
![અર્થવ્યવસ્થા મુદ્દે પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને લીધી આડે હાથે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4431794-351-4431794-1568385017420.jpg)
priyanka-gandhi tweet
કેન્દ્રિય પ્રધાનો દ્વારા કરાઈ રહેલા નિવેદનો અંગે તેમણે ક્રિકેટનો એક વીડિયો ટ્વીટ કરી વ્યંગ કર્યો છે. આ ટ્વીટમાં તેમણે લખ્યું કે 'સાચો કેચ પકડવા માટે અંત સુધી બોલ પર નજર અને રમત પ્રત્યે સાચી ભાવના હોવી જરૂરી છે. નહીતર પોતાનો સંપૂર્ણ દોષ ગ્રેવિટી, ગણિત, ઓલા-ઉબર અને અન્ય વાતો પર ઢોળવામાં આવે છે. ભારતીય અર્થવ્યવસ્થાના લોકહિતાર્થે'
પ્રિયંકા ગાંધીએ ટ્વીટર પર શેર કરેલો વીડિયો