નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે વૈશ્વિક તેલના ભાવમાં થતા અસામાન્ય ઘટાડાનો લાભ લેવા પેટ્રોલ અને ડિઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો છે. મંદીની અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર પડી છે. સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં 3 રૂપિયા પ્રતિ લિટર વધારો કર્યો છે.
પ્રિયંકા ગાંધીના ભાજપ પર પ્રહાર, કહ્યું "ભાજપના મોઢા પર ટેપ લાગી ગઈ છે"
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પેટ્રોલ અને ડિઝલના ભાવને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાંધ્યુ છે. તેમણે કહ્યું કે, દુનિયા ભરમાં કાચા તેલના ભાવ ઘટી રહ્યા છે જ્યારે ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ વધી રહ્યા છે. જેનો લાભ સામાન્ય લોકોને કેમ મળી રહ્યો નથી.
etv bharat
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પેટ્રોલ અને ડિઝલના વધેલા ભાવને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું કે, 'વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના ભાવ નીચે આવી ગયા છે, પરંતુ ભારતમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. ક્રૂડતેલના ભાવ ઘટવાના કારણે સામાન્ય લોકોને કેમ લાભ મળી રહ્યો નથી. દિલ્હી-મુંબઇમાં 36 રૂપિયામાં પેટ્રોલ વેચવાનો દાવો કરનાર ભાજપના નેતાઓએ તેમના ચહેરા પર કઈ કંપનીની ટેપ લગાવી છે?