કાયદાની એક વિદ્યાર્થીનીએ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ચિન્મયાનંદ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જેના બાદ 23 વર્ષીય વિદ્યાર્થીનીની 5 કરોડ રુપિયા માગવાના આરોપમાં વિશેષ તપાસ દળ (SIT) એ બુધવારના રોજ ધરપકડ કરી હતી. તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી છે.
પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, 'લગભગ એક વર્ષ પહેલા શાહજહાંપુરના કેટલાયે વહિવટી અધિકારી ચિન્મયાનંદની આરતી ઉતારતા દેખાયા. તેમજ આ ઘટના અખબારોમાં પણ છપાઈ'