ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સરકારી સંસ્થાનોને તકલાદી બનાવી સરકાર વહેંચી રહી છે: પ્રિયંકા ગાંધી - કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી

નહી દિલ્હી: એર ઈન્ડિયા અને બીપીસીએલને વહેંચવાની નાણાપ્રધાન નિર્મલા સિતારમનની જાહેરાતને લઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મોદી સરકાર પર આક્ષેપ કરતા આરોપ લગાવ્યો હતો કે, સરકારી સંસ્થાઓને તકલાદી બનાવી તેને વહેંચવાનું કામ આ સરકાર કરી રહી છે.

Priyanka Gandhi Slams BJP

By

Published : Nov 20, 2019, 6:02 PM IST

પ્રિયંકાએ એક ટ્વિટ કરી લખ્યુ હતું કે, "જહાં ડાલ ડાલ પર સોને કી ચિ઼ડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા. હમારે સંસ્થાન હમારી શાન હૈ યે હી હમારી સોને કી ચિડિયા હૈ."

પ્રિયંકાએ દાવો કર્યો હતો કે "ભાજપે દેશ બચાવવાનો વાયદો કર્યો હતો, પરંતુ કામ તો ભારતની શ્રેષ્ઠ સંસ્થાઓને તકલાદી કરી તેને વહેંચવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જે ખુબ જ દુઃખદ છે."

ઉલ્લેખનીય છે કે, નાણાપ્રધાન નિર્મલા સિતારમણે શનિવારે કહ્યું હતું કે સરકાર માર્ચ 2020 સુધીમાં દેશની સરકારી એર લાઈન એયર ઈન્ડિયા અને ઓઇલ માર્કેટિંગ કંપની ભારત પેટ્રોલિયમ લિમિટેડને વહેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેશે.

જો આ બન્ને કંપનીઓ સરકાર વહેંચે તો આ વર્ષે સરકારી ખજાનામાં એક લાખ કરોડ રૂપિયા આવવાની શક્યતા છે.

ABOUT THE AUTHOR

...view details