કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નોટબંધી વિશે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા છે. પ્રિયંકા ગાંધીએ શુક્રવારે ટ્વિટ કર્યું હતું કે, નોટબંધીને 3 વર્ષ થઈ ગયા છે. સરકાર અને તેમના ચમચાઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, ‘નોટબંધી દરેક મુશ્કેલીઓનો ઉકેલ છે.’ આ દરેક દાવા હવે ધીમે ધીમે ખોટા સાબીત થઈ રહ્યા છે. નોટબંધી એક મુશ્કેલી સમાન હતી, જેણે આપણી દરેક અર્થવ્યવસ્થા નષ્ટ કરી દીધી છે. હવે આ નિર્ણયની જવાબદારી કોણ લેશે?
નોટબંધી એક આપત્તિ હતી, જેણે દેશની અર્થવ્યવ્સ્થાને નષ્ટ કરી :પ્રિયંકા ગાંધી - નોટબંધી એક આપત્તિ
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવારે મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, નોટબંધી એક આપત્તિ સમાન હતી જેણે દેશની અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દીધી છે.
file photo
વડાપ્રધાન મોદી દ્વારા 8 નવેમ્બર 2016ના રોજ 500 તથા 1000 રૂપિયાના નોટને ચલણમાંથી બહાર કરવાની જાહેરાત કરાઇ હતી.