રાજદ્રોહ કેસમાં સતત ગેરહાજર રહેતા અને કાનૂની કાર્યવાહીમાં પણ વિલંબ કરતા કોર્ટે હાર્દિક પટેલનું વોરંટ કાઢ્યુ હતું, ત્યારબાદ તેની ધરપકડ કરી અને કોર્ટમાં હાજર કરતા તેને 24 જાન્યુઆરી સુધી કસ્ટડીમાં ધકેલવાનો હુકમ કર્યો છે. આ સમગ્ર મામલાને લઇને પ્રિયંકા ગાંધીએ પણ ટ્વિટ કર્યુ છે. અને આ ટ્વિટમાં જણાવ્યું કે યુવાઓની નોકરીઓ માટે અને સમાજ માટે લડાઇ લડી રહેલા હાર્દિક પટેલને ભાજપ વારંવાર હેરાન પરેશાન કરી રહી છે અને આ સાથે ભાજપ તેના પર દેશદ્રોહીનો પણ આરોપ લગાવી રહી છે.
હાર્દિકની ધરપકડ બાદ પ્રિયંકા ગાંધીનું ટ્વિટ
અમદાવાદ : રાજદ્રોહ કેસમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીમાં પણ વિલંબ કરી અને કોર્ટનો અનાદર કરતા હાર્દિક પટેલ સામે કોર્ટે વોરંટ કાઢ્યુ હતું. વોરંટના આધારે સાઇબર ક્રાઇમની ટીમે ગણતરી કલાકોમાં વિરમગામ પાસેથી હાર્દિક પટેલની ધરપકડ કરી હતી, ત્યારબાદ તેને કોર્ટમાં હાજર કરતા કોર્ટે 24 જાન્યુઆરી સુધી તેને કસ્ટડી પાછળ ધકેલેલ છે. આ સમગ્ર મામલાને લઇને પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યુ છે.
હાર્દિકની ધરપકડ બાદ પ્રિયંકા ગાંધીનું ટ્વિટ
હાર્દિક મુદતમાં અનિયમીત હતો : કોર્ટ
કોર્ટે હાર્દિકનું પકડ વોરંટ કાઢતા નોંધ કરી છે કે કોર્ટમાં હાર્દિક અનિયમિત છે અને શરતોનું પાલન કરતો નથી. જેના પગલે કોર્ટે વોરંટ ઇસ્યુ કરી તેની ધરપકડ કરી છે.