લખનઉ : રવિવારે કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ પરપ્રાંતિય મજૂરોને ઘરે પરત ફરવાના મુદ્દે ભારતીય જનતા પાર્ટીનો ઘેરાવ કર્યો હતો.
પ્રિયંકા ગાંધીએ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને મજૂરોની મદદ માટે કરી અપીલ - યોગી આદિત્યનાથ
રાજસ્થાનથી બસોમાં પરપ્રાંતિય મજૂરો લઇને જતી કોંગ્રેસની બસો મથુરા બોર્ડર પર ઉભી છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને કામદારોને મદદ કરીને ઘરે મોકલવાની અપીલ કરી છે.
![પ્રિયંકા ગાંધીએ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને મજૂરોની મદદ માટે કરી અપીલ પ્રિયંકા ગાંધીએ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને મજૂરોની મદદ માટે કરી અપીલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7238724-thumbnail-3x2-wer.jpg)
ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાંથી મજૂરોને તેમના ઘરે પરત મોકલવવા માટે વ્યવસ્થા કરવામાં નથી આવી. તેના જવાબમાં પ્રિયંકા ગાંધીએ રાજસ્થાનથી 500 બસોમાં મજૂરોને ઉત્તર પ્રદેશના મથુરા બોર્ડર પર બોસને લાવી ઉભી દીધી હતી.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને સંબોધન કરતા એક વીડિયો સંદેશ આપ્યો હતો,જેમાં કહ્યું હતું કે, મથુરા બોર્ડર પર બપોરથી આવેલા મજૂરોને હજી સુધી ઉત્તરપ્રદેશમાં પ્રવેશ નથી મળ્યો.તેમણે વધુમાં કહ્યું કે આ સમય રાજનીતિ કરવાનો નથી,હજારો મજૂરો ભૂખ્યા,થાક્યા અને પરેશાન થઇને મથુરા બોર્ડર પર પોતાના ઘરે જવા માટે રાહ જોઇ રહ્યા છે.કોંગ્રેસ દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી છે,યોગી સરકારે તેમને ઘરે જવા માટે પરવાનગી આપવી જોઇએ.તેમણે કહ્યું કે સરકારમજૂરો પર દયા કરે અને તાત્કાલીક તેમને ઘરે જવા માટે પરવાનગી આપે.