ઈન્ડિયા ગેટ પર પ્રિયંકા ગાંધીના ધરણાં, જામિયા પોલીસ દમન વિરૂદ્ધ કોંગ્રેસનો વિરોધ - ઈન્ડિયા ગેટ પર પ્રિયંકા ગાંધીના ધરણાં
નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી દિલ્હીના ઈન્ડિયા ગેટ પર ધરણા કરવા બેઠા છે. જામિયા યુનિવર્સિટીમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા અત્યાચારની વિરુદ્ધમાં ધરણા પર બેઠા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે, દિલ્હી પોલીસે તેમની સાથે હિંસા કરી છે. સાથે જ કેમ્પસમાં ટિયર ગેસના સેલ પણ છોડ્યા હતા.
caa protest
પ્રિયંકા ગાંધીની સાથે સાથે તેમના સમર્થકો પણ ધરણા પર બેઠા છે. પ્રિયંકા ગાંધીની સાથે કેસી વેણૂગોપાલ, પૂર્વ રક્ષા પ્રધાન એકે એન્ટની, અહેમદ પટેલ, રણદીપ સૂરજેવાલા તથા પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.