PM નરેન્દ્ર મોદીને અપીલ કરતા તેમણે જણાવ્યું કે, 'કેસમાં સાફ રીતે પીડિત પરિવારને ધમકીઓ મળી રહી છે, તેમણે અકસ્માતની શંકા પણ જાહેર કરી છે. વડા પ્રધાનજી ભગવાન માટે તો, આ અપરાધી અને તેના ભાઇને તમારી પાર્ટી તરફથી મળતુ રાજનૈતિક સંરક્ષણ આપવાનું બંધ કરો.
પ્રિયંકાએ સોમવારે ટ્વીટ કરીને આ બાબતે વિરોધ જાહેર કર્યો હતો. તેમણે BJP સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે, દુષ્કર્મ પીડિતા સાથે થયેલો અકસ્માત ચોકાવનારુ લાગે છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, આ કેસમાં ચાલી રહેલી CBIની તપાસ કયાં સુધી પહોંચી છે? આરોપી ધારાસભ્ય હજી પણ ભાજપમાં છે ? પીડિતા અને સાક્ષીની સુરક્ષામાં ઢીલ શા માટે ? આ સવાલોના જવાબ આપ્યા વગર BJP સરકાર પાસે ન્યાયની આશા કેવી રીતે રાખી શકાય ?