ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યુપી શિક્ષક ભરતી કૌભાંડ પર બોલી પ્રિયંકા ગાંધી, કહ્યું- આ મધ્ય પ્રદેશના વ્યાપમ જેટલુ મોટુ કૌભાંડ

ઉત્તર પ્રદેશમાં 69 હજાર શિક્ષક ભરતી મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આરોપ લગાવ્યો કે, વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. પ્રિયંકાએ આ કૌભાંડને મધ્ય પ્રદેશના વ્યાપમ કૌભાંડ સાથે સરખામણી કરી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, વિદ્યાર્થીઓ સરકાર પાસેથી ન્યાય માગી રહ્યા છે. જો સરકાર વિદ્યાર્થીઓને ન્યાય નહીં આપે તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે.

By

Published : Jun 8, 2020, 7:25 PM IST

પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધી

લખનૌ : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશમાં 69,000 શિક્ષકોની ભરતીના કૌભાંડની તુલના મધ્ય પ્રદેશના વ્યાપમ કૌંભાડ સાથે કરી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ સરકારે યુવાનો સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. તેઓએ જણાવ્યું કે, મહેનત કરતા યુવાનો સાથે સરકાર અન્યાય કરી રહી છે. જેના પગલે આંદોલન કરી આ બાબતનો જવાબ માગવામાં આવશે.

પ્રિયંકાએ સોમવારે એક પછી એક ટ્વીટ કરીને જણાવ્યું કે, 69000 શિક્ષકોની ભરતીનું કૌભાંડ ઉત્તર પ્રદેશનું વ્યાપમ કૌભાંડ છે. આ મામલાની ડાયરીઓમાં વિદ્યાર્થીઓના નામ, પૈસાની લેણદેણ, પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર તેમજ આ રેકેટમાં સામેલ લોકોના નામ દર્શાવે છે કે, આ કૌભાંડમાં ઘણા લોકો જોડાયેલા છે.

કોંગ્રેસ મહાસચિવે રાજ્ય સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, મહેનત કરતા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થવો જોઈએ નહીં. જો સરકાર ન્યાય નથી કરી શકતી તો, આંદોલન કરવામાં આવશે. તે દરમિયાન ઉત્તર પ્રદેશ કોંગ્રેસે સરકારને આ ભરતી રદ કરી ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તેવી માગ કરી છે.

કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ બીરેન્દ્ર ચૌધરીએ સંવાદદાતા સાથે વાત કરતા જણાવ્યું કે, યોગી આદિત્યનાથની સરકારની રહેમ નઝર હેઠળ આ કૌભાંડ થયું છે. આ શિક્ષક ભરતીમાં યુવાનો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જે કારણે આ ભરતી રદ કરી તેની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ. કરોડો રૂપિયાનું આ કૌભાંડ છે. સત્તાધારી ભાજપ આવા કૌભાંડો કરીને ચૂંટણી ભંડોળ એકઠું કરે છે. વિધાન પરિષદ દળના નેતા દિપક સિંહે આ બાબતે વાત કરતા જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં 68,500 શિક્ષકોની ભરતીમાં છેડછાડ થઈ હતી, ત્યારે પણ અદાલતે સરકાર પર ફિટકાર વરસાવી હતી.

હવે, 69,000 શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં શરૂઆતથી જ યુવાનો સાથે છેડછાડ થઈ રહી હતી. આ પરીક્ષામાં પેપર લીક થયું છે. સમગ્ર ઉત્તર પ્રદેશમાં શિક્ષણ વિભાગમાં એક મોટું નેટવર્ક ચાલી રહ્યું છે. એક શિક્ષિકા 25 જગ્યાએથી પગાર લઈ રહી છે. આ સમગ્ર કૌભાંડ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સરકારની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અલ્હાબાદ હાઇકોર્ટે ગત 3 જૂનના રોજ ઉત્તર પ્રદેશમાં 69000 શિક્ષકોની ભરતી પ્રક્રિયા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ન્યાયમૂર્તિ આલોક માથુરની બેંચે નોંધ્યું કે, પરીક્ષા દરમિયાન પુછાયેલા પ્રશ્નો ખોટા હતા. સેન્ટર ગ્રાન્ટ કમિશન દ્વારા આ મામલે ફરીથી તપાસ કરવાની જરૂર છે.

ઉત્તર પ્રદેશ સરકારે એક ખાસ અરજી દાખલ કરીને 69,000 શિક્ષકોની ભરતી પ્રક્રિયા પર પ્રતિબંધના ચુકાદાને પડકાર્યો છે. ન્યાયમૂર્તિ પંકજ જયસ્વાલ અને ન્યાયમૂર્તિ દિનેશ કુમાર સિંહની બેંચે રાજ્ય સરકાર તરફથી પરીક્ષા નિમાયક આયોગ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આગામી 9 જૂનના રોજ સુનાવણી હાથ ધરશે.

ABOUT THE AUTHOR

...view details