ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હાથરસ ઘટનાને લઈ સોનિયા ગાંધીનો ભાજપ પર પ્રહાર - કોંગ્રેસ

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તર પ્રદેશમાં હાથરસની ઘટના અંગે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.

z
x

By

Published : Oct 1, 2020, 8:14 AM IST

Updated : Oct 1, 2020, 1:20 PM IST

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તર પ્રદેશમાં હાથરસની ઘટના અંગે ભાજપ પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે તેઓ અને તેમનો પક્ષ ન્યાયની માંગ સાથે પીડિત પરિવાર સાથે ઉભા છે. તેમણે એક વીડિયો સંદેશમાં કહ્યું છે કે દેશ અન્યાયની વિરુદ્ધ બોલશે અને ભાજપને દેશ તોડવા દેશે નહીં.

હાથરસ ઘટનાને લઈ સોનિયા ગાંધીએ ભાજપ કર્યો હુમલો

આ પણ વાંચોઃ હાથરસ સામુહિક દુષ્કર્મ: તપાસ માટે CM યોગીએ બનાવી SIT

સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો

સોનિયાએ કહ્યું કે આજે કરોડો લોકો દુઃખી અને ગુસ્સે છે. હાથરસની માસૂમ બાળકી સાથે જે બન્યું તે આપણા સમાજ પર કલંક છે. મારે પૂછવું છે કે શું છોકરી બનવું ગુનો છે, ગરીબ છોકરી બનવું એ ગુનો છે? ઉત્તર પ્રદેશ સરકાર શું કરી રહી હતી? તેમણે કહ્યું કે, પરિવારની ન્યાય માટેની હાકલ અઠવાડિયાથી સાંભળવામાં આવી નહોતી. સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ હાથરસ સામુહિક દુષ્કર્મ: અડધી રાત્રે પીડિતાના અંતિમ સંસ્કાર, પોલીસે પિતાને ઘરમાં કર્યા બંધ

પરિવારને મૃતદેહ ન સોંપાયો

વધુમાં સોનિયા ગાંધીએ કહ્યું કે નિર્ભયાનુ મોત નથી થયુ તેને મારવામાં આવી છે એક નિષ્ઠુર સરકાર, તેનુ પ્રશાસન અને સરકારની ઉપેક્ષાને કારણે આ બધુ થયું છે. મૃત્યુ બાદ મૃતદેહને તેના પરિવારને સોંપવામાં ન આવ્યો. છેલ્લી વાર એક મા ને પોતાની દિકરીનું મોઢું પણ જોવા ન દીધુ. તે ખુબ મોટુ પાપ છે.

Last Updated : Oct 1, 2020, 1:20 PM IST

ABOUT THE AUTHOR

...view details