ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CAA વિરોધઃ પ્રદર્શનના સમર્થનમાં ઉત્તર પ્રદેશ પહોંચ્યાં પ્રિયંકા ગાંધી - કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પ્રદર્શનમાં સામેલ થવા આઝમગઢ પહોંચ્ચાં

ઉત્તર પ્રદેશના આઝમગઢમાં મુસ્લિમ મહિલાઓ CAA વિરૂદ્ધ પ્રદર્શન કરી રહી છે. જેમને મળવા માટે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આઝમગઢ પહોંચ્ચાં છે.

priyanka-gandhi
priyanka-gandhi

By

Published : Feb 12, 2020, 2:45 PM IST

લખનઉઃ ઉત્તર પ્રદેશના આઝમગઢમાં CAA વિરૂદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે, ત્યારે આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા માટે પ્રિયંકા ગાંધી પ્રદર્શનમાં સામેલ થવા આઝમગઢ પહોંચ્યાં છે. નોંધનીય છે કે, 5 ફેબ્રુઆરીની મોડી સાંજે મુસ્લિમ મહિલાઓ CAA અને NRCનો વિરોધ કરી રહી હતા, ત્યારે પોલીસે તેમને બળપૂર્વક હટાવ્યા હતા. ત્યારબાદ મહિલાઓએ પોલીસ પર આંસૂ ગેસ છોડવાનો અને લાઠીચાર્જ કર્યો હોવાના ગંભીર આક્ષેપ લગાવ્યો હતો.

આ ઘટનામાં કુલ 17 લોકોની ધરપકડ કરાઈ હતી. તેમજ ત્રણ લોકોને પર તો ઈનામ જાહેર કરવામાં આવ્યાં હતાં. આજે પ્રિયંકા ગાંધી એ જ મુસ્લિમ મહિલાઓને મળવા બિલરિયાગંજ પહોંચ્યાં છે. જ્યાં તેમણે પકડાયેલા આંદોલનકારીઓને છોડવવા માટેનું આશ્વાસન આપ્યું હતું. આમ, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પ્રદર્શનમાં સામેલ થવા આઝમગઢ પહોંચીને CAAના વિરોધ પ્રદર્શનને ટેકો આપીને ભાજપ સામે આંગળી ચીંધી હતી.

ABOUT THE AUTHOR

...view details