લખનઉ: ઉત્તર પ્રદેશના બલિયામાં મહિલા પીસીએસ અધિકારી મણિ મંજરી રાયની આત્મહત્યાના મામલામાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા વાડ્રાએ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે અને પીડિત પરિવારને ન્યાય આપવાની માગ કરી છે.
પીસીએસ ઓફિસર સુસાઇડ કેસઃ પ્રિયંકા ગાંધીએ સીએમ યોગીને લખ્યો પત્ર આ મામલામાં પોલીસે શનિવારે આરોપી ડ્રાઇવરની અટકાયત કરી છે, પોલીસે ડ્રાઇવર ચંદન સાથે ઘટનાની પુછપરછ કરી છે, જ્યારે બાકીના આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
પ્રિયંકા વાડ્રાએ મુખ્યપ્રધાનને પત્ર લખી કહ્યું કે, પીસીએસ અધિકારીની આત્મહત્યા મામલામાં પરિવારને ન્યાય મળવો જોઇએ. પીસીએસ અધિકારીએ સિસ્ટમ પર ગંભીર પ્રશ્ન ઉઠાવ્યા છે. આ મામલાને ગંભીરતાથી લેવો જોઇએ અને તેની ન્યાયપૂર્વક તપાસ કરાવવી જોઇએ.
મહિલા પીસીએસ અધિકારી મણિ મંજરી રાયે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. 6 જુલાઇની રાત્રે મણિ મંજરી રાયનો મૃતદેહ તેના ઘરમાં લટકાયેલો મળ્યો હતો.
આ મામલામાં મૃતક મહિલા અધિકારીના ભાઇને મનિયર નગર પંચાયતના અધ્યક્ષ ભીમ ગુપ્તા, મૃતકના ડ્રાઇવર અને સિકંદરપુરના અધિકારીને આરોપી તરીકે કેસ નોંધાવામાં આવ્યો છે. પોલીસ બાકીના આરોપીઓને પકડવા માટે વિવિધ જગ્યાએ તપાસ કરી રહી છે.