ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસનાં નેતા પ્રિયંકાના ફેન, 'ગાંધી' કે 'ચોપડા'? - ગાંધી

નવી દિલ્હી: રવિવારે કોંગ્રેસની રેલી દરમિયાન પાર્ટીના કાર્યકરોએ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટી જિંદાબાદનાં સૂત્રોચ્ચાર કર્યાં હતા. પ્રિયંકા ગાંધી જિંદાબાદના નારા લગાવવા જતા સુરેન્દ્રકુમારે 'પ્રિયંકા ચોપરા જિંદાબાદ'ના નારા લગાવ્યા હતા. જે કારણે મંચસ્થ વરિષ્ઠ નેતા અસ્વસ્થ થઈ ગયા હતા. જો કે સમયસુચકતા વાપરી કોંગ્રેસ નેતાએ માફી માંગી અને 'પ્રિયંકા ગાંધી જિંદાબાદ'ના નારા લગાવ્યા હતા.

Priyanka Chopra Zindabad's slogan in place of Priyanka Gandhi, former Congress MLA Surendra Kumar slipped
Priyanka Chopra Zindabad's slogan in place of Priyanka Gandhi, former Congress MLA Surendra Kumar slipped

By

Published : Dec 2, 2019, 10:16 AM IST

દિલ્હીના બાવાના વિસ્તારમાં કોંગ્રેસની જાહેર આક્રોશ સભા હતી, બાવાનાના પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્રકુમારની જીભ લપસી હતી. કોંગ્રેસ દિલ્હી પ્રદેશ પ્રમુખ સુભાષ ચોપરા પણ મંચ પર ઉપસ્થિત હતા, માઇક પર પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્ર કુમારે સુત્રોચ્ચાર કરાવી રહ્યા હતા. તે સમયે તેમને અને પાર્ટીના કાર્યકરો કોંગ્રેસ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જિંદાબાદના નારા લગાવી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પ્રિયંકા ચોપરા જિંદાબાદના નારા લગાવ્યા હતા. પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્રકુમાર પોતાની ભૂલનો અહેસાસ થતા તેમને માફી માગી હતી, જે બાદ પ્રિયંકા ગાંધી જિંદાબાદનો સૂત્રોચ્ચારવામાં આવ્યો હતો. પરંતુ તેમણે પાતાની ભૂલ સુધારે ત્યા સુધીમાં તો આ ઘટના કેમેરામાં કેદ થઈ ચુકી હતી. હાલ આ ઘટનાનો વીડિયા વાયરલ બન્યો છે.

પ્રિયંકા ગાંધી જિંદાબાદના નારા લગાવવા જતા સુરેન્દ્રકુમારે 'પ્રિયંકા ચોપરા જિંદાબાદ'ના નારા લગાવ્યા

પ્રિયંકા ચોપરા જિંદાબાદનો સૂત્રોચ્ચાર કેમેરામાં કેદ થયા બાદ સમગ્ર દિલ્હીમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. પરંતુ આ વિશે હજુ સુધી કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ABOUT THE AUTHOR

...view details