પ્રિયંકાએ ફેન્સ સાથે શેર કરી જિંદગી જીવવાની ખાસ વાતો... - Life Tips
મુંબઈઃ બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસે પોતાના ફૈન્સની સાથે જિંદગી જીવવાની કેટલીક ખાસ વાતો શેર કરી હતી. પ્રિયંકાએ શનિવારે ઈંસ્ટાગ્રામ પર હાલમાં જ અમેરિકી મૅગેજિન ઈનસ્ટાઈલના જુલાઈ 2019 સંપાદન માટે શુટ કરવામાં આવેલ ફૉટોશુટનો એક વીડિયો શેર કર્યો છે.
![પ્રિયંકાએ ફેન્સ સાથે શેર કરી જિંદગી જીવવાની ખાસ વાતો...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3570856-thumbnail-3x2-priyanka.jpg)
ફાઈલ ફોટો
વીડિયોની શરૂઆતમાં પ્રિયંકા દેશી અંદાજમાં 'નમસ્તે' કરે છે. જે બાદ પ્રિયંકાએ પોતાની પ્રથમ ટિપ શેર કરતા કહ્યું કે, 'હંમેશા પોતાની સ્કર્ટની જેમ મોટા બનો', બીજી ટીપમાં કહ્યુ કે, 'છુપાવવા માટે કંઈપણ નથી', ત્રીજી ટીપમાં કહ્યું કે, 'સાડી નોટ સૉરી' અને ચોથી ટીપમાં કહ્યુ કે, 'આપસમાં થયેલા મતભેદને દૂર કરો'.