શુક્રવારના રોજ તેણે ટ્વીટર પ્રોફાઈલમાંથી કોંગ્રેસ પ્રવક્ત શબ્દ હટાવી દીધો હતો. આ અગાઉ તેણે પ્રોફાઈલમાં 'રાષ્ટ્રીય પ્રવક્તા કોંગ્રેસ' લગાવ્યું હતું. જે શુક્રવારે નથી.
પ્રિયંકા ચતુર્વેદી કોંગ્રેસમાંથી રાજીનામું આપી શિવસેનામાં જોડાયા - twitter
ન્યૂઝ ડેસ્ક: કોંગ્રેસ પાર્ટીની રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ગત રોજ તેણે પાર્ટીમાં ગુંડા ત્તત્વોને વધારે પડતું મહત્ત્વ આપવામાં આવતું હોવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પ્રિયંકા શિવસેનામાં જોડાઈ ગઈ છે. ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેના પાર્ટીમાં સામેલ થઈ ગઈ છે.
file
આપને જણાવી દઈએ કે, પ્રિયંકા ચતુર્વેદીએ ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પોતાનું રાજીનામું આપ્યું હતું. અગાઉ પ્રિયંકા ચતુર્વેદીએ 17 એપ્રિલના રોજ પાર્ટીને એક પત્ર લખી નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારથી લઈ ટીવી ડિબેટમાં પણ જોવા મળતી નથી અને પાર્ટી તરફથી કોઈ પોસ્ટ પણ જોવા મળી નથી.
Last Updated : Apr 19, 2019, 3:07 PM IST