પ્રિયંકા ચતુર્વેદીએ આ પત્રમાં લખ્યું છે કે, પાર્ટી માટે મેં પથ્થર અને ગાળો પણ ખાધી છે. તેમ છતા પણ નેતાઓ મને ધમકીઓ આપી રહ્યા છે.
પોતાની જ પાર્ટીથી નારાજ પ્રિયંકા ચતુર્વેદી, પાર્ટીમાં ગુંડાત્તત્વો વધી ગયા છે - abusive behaviour
નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ આરોપ લગાવ્યો છે. પ્રિયંકાએ કહ્યું હતું કે, જે કાર્યકર્તાઓ મહિલાઓ સાથે તોછ઼ડાઈ કરે છે તેવા ગુંડાઓને પાર્ટીમાં વધારે છાવરવામાં આવે છે. નારાજ પ્રિયંકાએ આ અંગે એક પત્ર પણ લખ્યો છે.
twitter
આપને જણાવી દઈએ કે, યુપીના મથુરામાં જ્યારે પ્રિયંકા પાર્ટી તરફથી રાફેલ મુદ્દે એક પ્રેસ કોંન્ફરંસ સંબોધવા ગયા હતા ત્યારે તેમની સાથે ત્યાં સ્થાનિક કાર્યકર્તા દ્વારા તેમની સાથે તોછડાઈ કરવામાં આવી હતી. જો કે, ત્યાર બાદ આ ઘટનાને લઈ પાર્ટીએ અનુશાસનને ધ્યાને રાખી કાર્યવાહી પણ કરી હતી. ત્યાર બાદ આ ઘટના પર માફી સાથે ફરી કાર્યકર્તાઓને તેમના પદ સોંપી દીધા હતા.