Intro:Boઉપનેતાની જવાબદારી મળ્યા બાદ પ્રિયંકા ચતુર્વેદીએ શિવેસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, મને આટલી મોટી જવાબદારી આપવા બદલ ઉદ્ધવ ઠાકરેનો આભાર, હું મારી ક્ષમતા મુજબ પાર્ટીમાં સહયોગ કરીશ. વાત કરીએ શિવેસેનાના પાર્ટી ગઠણની તો આ પાર્ટીમાં અધ્યક્ષપદની નીચે નેતા અને ઉપનેતાનું પદ મહત્વપૂર્ણ છે. પાર્ટીમાં અધ્યક્ષ, 12 નેતા અને 24 ઉપનેતા હોય છે.
કોંગ્રેસ છોડી શિવેસેનામાં જનાર પ્રિયંકાનું પ્રમોશન, મળ્યું મોટું પદ - Upneta
નવી દિલ્હીઃ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શિવેસેનામાં જોડાયેલા પ્રિયંકા ચતુર્વેદીને પાર્ટીએ મોટી જવાબદારી આપી છે. શિવસેનાએ પ્રિયંકાનું પ્રમોશન કરતા પાર્ટીના ઉપનેતાનું પદ આપ્યું છે. પ્રિંયંકા ચતુર્વેદીને આ જવાબદારી શિવસેનામાં જોડાયાના એક સપ્તાહ બાદ મળી છે. મહત્વનું છે કે, ગત 19 એપ્રિલે પ્રિયંકા કોંગ્રેસનો હાથ છોડી ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવેસેનામાં જોડાયાં હતાં.
શિવેસેનામાં જોડાયા બાદ પ્રિયંકાએ કહ્યું હતું કે, હું મુંબઈ માટે કામ કરવા માગું છું. જેથી જ હું શિવસેનામાં સામેલ થઈ છું. પ્રિયંકાએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસમાં જ્યારે કેટલાક લોકોએ મારી સાથે ગેરવર્તણૂક કરી, પરંતુ પાર્ટીએ તેમને પાર્ટીમાં ફરી સ્થાન આપ્યું હતું, જેથી મારા આત્મસન્માનને ઠેંસ પહોંચી હતી. મહત્વનું છે કે, પ્રિયંકાએ કરેલા ટ્વિટમાં એક પત્ર સાથે ઉલ્લેખ કર્યો હતો, જે અનુસાર, ઉત્તર પ્રદેશના મથુરામાં જ્યારે પ્રિયંકા ચતુર્વેદી પાર્ટીના તરફથી રફેલ સોદા પર પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યાં હતાં, ત્યારે કેટલાક સ્થાનિક કાર્યકરોએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતું. જે બાદ પાર્ટીએ કેટલાક કાર્યકર્તાઓને બહાર કર્યા હતાં, પરંતુ પાછળથી જ્યોતિરાદિત્યની ભલામણ બાદ તે કાર્યકર્તાઓને પુનઃ પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યાં હતાં.
આથી પ્રિયંકા નારાજ થઈ હતી અને કહ્યું હતું કે, મેં પાર્ટી માટે પથ્થર ખાધા, પરંતુ પક્ષમાં રહેનારા કેટલાક નેતાઓએ મને ધમકી આપી. જે લોકોએ ધમકી આપી છે, એ બચી ગયાં છે. આવા લોકોને પાર્ટીએ બચાવી લીધા એ મારા માટે દુર્ભાગ્યપૂર્ણ કહેવાય.