મુઝફ્ફરનગર: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં એક ખેડૂતે ઝાડથી લટકીને પોતાનો જીવ આપી દીધો હતો. અહેવાલો મુજબ, કોરોના વાઇરસના કારણે લાગેલા લોકડાઉનમાં ખેડૂત પોતાના શેરડીનો પાક મિલમાં વેંહચી શક્યો નહીં. જેના કારણે ખેડૂતે તેના ટ્યુબવેલ નજીક ઝાડથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી.ખેડૂતના મોત બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ કલાકો સુધી મૃતદેહને લેવાથી ઇન્કાર કર્યો હતો. આ સાથે જ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ મામલે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સરકાર પર નિશાન સાધ્યું હતું.
મુઝફ્ફરનગરમાં ખેડૂતની આત્મહત્યા મુદ્દે પ્રિયંકા ગાંધીએ યુપી સરકારને આડે હાથ લીધી - શેરડીનો પાક ન વેંહચાતા ખેડૂતની આત્મહત્યા
કોરોના વાઇરસ રોગચાળાના કારણે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. જેથી ખેડૂત પોતાના શેરડીનો પાક મિલમાં વેંહચી શક્યો નહીં.તેથી તેણે આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, ભોરાકલા પોલીસ મથકમાં આવેલા સિસોલી ગામનો રહેવાસી ઓમપાલ સિંહ ગુરુવારે તેના ખેતરમાં ગયો હતો અને સાંજે તેનો મૃતદેહ ઝાડથી લટકતો મળ્યો હતો. ખેડૂત પરિવારે પોલીસને જણાવ્યું હતું કે, રોગચાળાને લીધે બંધ જાહેર થતા શેરડીનો પાક તે વેંહચી શક્યો ન હતો, જેના કારણે તે ડિપ્રેશનમાં જતો રહ્યો. ગ્રામજનોના હંગામો કરતા પોલીસે તેમને સમજાવ્યા બાદ મૃત્યદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને કેસની તપાસ શરૂ કરી હતી.
કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ આ મામલે યુપી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વિટ કર્યું હતું કે, "પોતાના શેરડીનો પાક ખેતરમાં સૂકતા જોઇ અને પર્ચી ન મળતા મુઝફ્ફરનગરના શેરડી ખેડૂતે આત્મહત્યા કરી હતી. ભાજપે દાવો કર્યો હતો કે, 14 દિવસમાં પૂર્ણ ચૂકવણી કરવામાં આવશે, પરંતુ હજારો કરોડ રૂપિયા દબાવીને સુગર મિલો બંધ કરી દેવામાં આવી હતી.આ માટે મેં 2 દિવસ પહેલા સરકારને ચેતવણી આપી હતી. કલ્પના કરો કે આર્થિક સંકટ દરમિયાન જે ખેડૂતોના પરિવારને ચૂકવણી કરવામાં આવી ન હતી તેનું શું થયું હશે, પરંતુ ભાજપ સરકાર શેરડીના ચૂકવણીનું નામ પણ 14 દિવસમાં લેતી નથી. '