નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કાનપુરના બાળ સંરક્ષણ ગૃહ વિશે એક મીડિયા સમાચારને લઇને ઉત્તર પ્રદેશ સરકાર પર પ્રહાર કર્યા હતા. કાનપુરના સરકારી બાળ સંરક્ષણ ગૃહમાં બે છોકરીઓ ગર્ભવતી મળી આવ્યાના સમાચારને લઈને પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, આ ઘટના દર્શાવે છે કે, સંસ્થાઓમાં તપાસના નામે બધું જ આપવામાં આવે છે. પ્રિયંકા ગાંધી દ્વારા એક ફેસબુક પોસ્ટમાં ટેગ કરવામાં આવેલા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કાનપુરના સરકારી બાળ સંરક્ષણ ગૃહમાં કોરોના વાઇરસની તપાસ દરમિયાન ત્યાં રહી રહેલી બે યુવતીઓ ગર્ભવતી મળી આવી હતી અને તેમાંની એકને HIV પોઝિટિવ પણ મળી આવ્યો હતો.
કાનપુર શેલ્ટર હોમ મામલે પ્રિયંકા ગાંધીએ કર્યા યોગી સરકાર પર પ્રહાર - પ્રિયંકા ગાંધીનો UP સરકાર પર પ્રહાર
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કાનપુર શેલ્ટર હોમ મામલે એક મીડિયા સમાચારને લઇને ઉત્તર પ્રદેશ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા છે.
![કાનપુર શેલ્ટર હોમ મામલે પ્રિયંકા ગાંધીએ કર્યા યોગી સરકાર પર પ્રહાર Etv Bharat, Gujarati News, Priyanka Gandhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7715302-76-7715302-1592760306276.jpg)
Priyanka Gandhi
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ફેસબુક પર પોસ્ટ કર્યું કે, કાનપુરના સરકારી બાળ સંરક્ષણ ગૃહમાં 57 બાળકીઓની કોરોના વાઇરસ માટે તપાસ થયા બાદ એક ચોંકાવનારું તથ્ય સામે આવ્યું હતું કે, બે છોકરીઓ ગર્ભવતી મળી આવી હતી. તેમણે કહ્યું કે, મુઝફ્ફરપુર (બિહાર)ના બાલિકા ગૃહનો સમગ્ર કિસ્સો દેશની સામે છે. ઉત્તર પ્રદેશના દેવરિયાથી પણ આવો કેસ સામે આવ્યો છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, એવામાં ફરીથી આવી ઘટના સામે આવી છે કે, તપાસના નામ પર સરકારી બાળ સંરક્ષણ ગૃહોમાં ખૂબ જ અમાનવીય ઘટનાઓ બની રહી છે.