નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં 69 હજાર શિક્ષક ભરતીના ઉમેદવારો સાથે વાતચીત કરી કોંગ્રેસ પાર્ટીની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક લાઇવ વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે આરોપ લગાવ્યો કે, રાજ્ય સરકાર ઉમેદવારોના આવાજને દબાવી રહી છે.
ફેસબુક લાઇવ વીડિયોમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'યુપી સરકાર કોઈને પોતાનો અવાજ ઉઠાવવાની પરવાનગી આપતી નથી, પરંતુ જો આપણે તેની સામે અવાજ નહીં ઉઠાવીએ તો આપણે સિસ્ટમમાં કોઈ ફેરફાર લાવી શકીશું નહીં. મુખ્યપ્રધાનને પૂછશું કે, તેઓ આ અંગે જવાબદારી લેશે કે નહીં અને આ મામલે કડક તપાસની માગ પણ કરશું.
કોંગ્રેસ નેતાએ કહ્યું, 'આ રાજકારણને સંબંધિત કાંઈ નથી, આ આપણા રાજ્યની પેઢીનું ભવિષ્ય છે. તમે આ વિદ્યાર્થીઓના અવાજને દબાવવાનો પ્રયાસ કેમ કરો છો? આ દેશના યુવાન છે? આમને અવાજ ઉઠાવવાનો અધિકાર છે. કોઈ પણ રાજ્યનો વિકાસ કરવા માટે, આપણે આપણા યુવાનોનો અવાજ સાંભળી આપણી ભ્રષ્ટ વ્યવસ્થાને બદલવાની જરૂર છે.
બુધવારે અલ્હાબાદ હાઈકોર્ટે યુપીમાં 69,000 સહાયક મૂળ શિક્ષકોની નિમણૂક પર રોક લગાવી હતી અને કહ્યું હતું કે પ્રશ્નપત્રના મૂલ્યાંકનમાં કોઈ ભૂલ છે.
મંગળવારે પ્રિયંકા ગાંધીએ પરીક્ષા આપવા આવેલા કેટલાક વિદ્યાર્થી ઉમેદવારો સાથે પણ વાત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, આ ભરતી પ્રક્રિયામાં તેમની સાથે અન્યાય થયો છે. કોંગ્રેસ નેતાઓ તેમને સમર્થન આપે છે અને ખાતરી આપે છે કે, તેમની પાર્ટી આ મુદ્દો ઉઠાવશે અને ન્યાયની માગ સાથે તેમની સાથે ઉભી રહેશે.