આ સમગ્ર ઘટનાની જાણકારી મુજબ મહિલા ડૉક્ટરે તેની બહેનને ફોન કરી કહ્યું હતું કે, બાઇક ખરાબ થઇ ગયું છે, મને ખુબ બીક લાગે છે.... અને એ બાદ તેની સળગેલો મૃતદેહ મળ્યો હતો.
હૈદરાબાદની આ યુવતીને ન્યાય અપાવવા આંદોલન શરૂ થઈ ચૂક્યું છે. લોકો ટ્વીટર પર શેર કરી વિરોધ દર્શાવી રહ્યા છે. હૈદરાબાદ શહેર બહારના વિસ્તાર શારદા નગરના અંડર બ્રિજ પાસેથી સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસ CCTV ફુટેજનો સહારો લઈ રહી છે. યુવતીની કોલ ડિટેઈલ પણ કઢાવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર પ્રકાશ રેડ્ડીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. કોઈ અજાણ્યા સખ્શોએ યુવતીની હત્યા કરી તેનો મૃતદેહ સળગાવી દીધો હતો.
શું છે ઘટના?
યુવતી બુધવારે કોલ્લુરૂ સ્થિત પશુ દવાખાને ગઈ હતી. તે પાતાની સ્કુ઼ટીને શારદાનગર ટોલ પ્લાઝાની નજીક પાર્ક કરી હતી. રાત્રે જ્યારે તે પરત ફરી ત્યારે સ્કુટીમાં પંચર પડી ગયું હતું. જે બાદ પ્રિયંકાએ તેની બહેનને ફોન કરી કહ્યું હતું કે, ગાડી ખરાબ ગઈ છે, મને ખુબ બીક લાગે છે. જે બાદ તેની બહેને ટોલ પ્લાઝાથી કેબ (ટેક્ક્ષી)માં આવવા કહ્યું હતું.
યુવતીએ જણાવ્યું કે, અહીં કેટલાક લોકો છે જે મદદ કરવાની તૈયારી દર્શાવે છે, હું તને થોડી વારમાં કોલ કરૂ. જે બાદ પ્રિયંકાનો મોબાઈલ સ્વીચઑફ થઈ ગયો હતો. ટોલ પ્લાઝાની આસપાસ પરિવારજનોએ યુવતીની શોધખોળ કરી હતી. પરંતુ જે બાદ તેનો મૃતદેહ સળગેલી હાલતમાં શારદાનગર અંડર બ્રિજ પાસેથી મળ્યો હતો.