ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એમજે અકબર માનહાનિ મામલે પત્રકાર પ્રિયા રમાનીને જામીન મંજૂર - metoo

નવી દિલ્હી: દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને પત્રકાર એમજે અકબર દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિ કેસમાં પત્રકાર પ્રિયા રમાનીને જામીન મળી ગયા છે. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મઝિસ્ટ્રેટ સમર વિશાલે પ્રિયા રમાનીને દશ હજાર રુપિયાના મામુલી દંડ સાથે જામીન આપ્યા છે.

priya

By

Published : Feb 25, 2019, 4:11 PM IST

રમાની વિરુદ્ધ નોટીસ જાહેર થઈ હતી. ગત 29 જાન્યુઆરીએ કોર્ટે પ્રિયા વિરુદ્ધ એક નોટીસ ફટકારી હતી, આ મામલામાં સાત અન્ય લોકોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. આ નિવેદનોમાં કહેવાયું છે તે, અકબરને પાછલા 30 વર્ષોથી જાણે છે. જેમાં જણાવ્યું છે કે, એમજે અકબર એક સજ્જાન વ્યક્તિ છે. તેમની છબી સાફ અને વ્યવહાર કુશળ છે.

ગત 18 ઓક્ટોબરે કોર્ટે એમજે અકબરના કેસમાં સુનાવણી હાથ ધરી હતી, આ કેસમાં કહેવાયું છે કે, પ્રિયા કરેલા ટ્વીટમાં એમજે વિરુદ્ધ આરોપ લગાવ્યા છે જેને કારણે અકબરની છબી ખરડાઈ રહી છે. કોર્ટમાં અકબરના વકિલે જણાવ્યુ હતું કે, પ્રિયાના ટ્વીટથી વિતેલા 40 વર્ષની જિંદગીનું કલંક અકબરના જિવન પર લાગ્યું છે. જેન લઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની પ્રતિષ્ઠા ખરડાઈ છે.

આપને જણાવી દઈએ કે, 15 ઓક્ટોબર 2018માં પ્રિયા રમાની વિરુદ્ધ માનહાનિનો આરોપ લગાવામાં આવ્યો હતો. પ્રિયાના યૌન ઉત્પિડનના આરોપ બાદ આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં કોર્ટે પ્રિયાને આજે જામીન મંજૂર કરી દીધા છે.

ABOUT THE AUTHOR

...view details