મધ્યપ્રદેશ: વૈશ્વિક મહામારી કોરોનાને કારણે દરેક વ્યક્તિ અને ક્ષેત્રની આર્થિક સ્થિતિ પર માઠી અસર પડી છે. લોકડાઉનની શરૂઆતથી લઈ અત્યાર સુધી તમામ શૈક્ષણિક સંસ્થા બંધ છે. આ પરિસ્થિતિને કારણે ખાનગી શાળામાં નોકરી કરતા શિક્ષકો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે.
લોકડાઉનને કારણે મધ્યપ્રદેશમાં એક શિક્ષક શાકભાજી વેંચવા મજબૂર બન્યા - lockdown in shivpuri
સમાચાર મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના છે. જ્યાં, એક ખાનગી સ્કૂલમાં નોકરી કરતા શિક્ષક શાકભાજી વેચીને પ્રાઇવેટ શિક્ષકોની દુર્દશા તરફ સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. શિક્ષક ઉમેશ શ્રીવાસ્તવ પોતે રસાયણશાસ્ત્રના શિક્ષક છે. લોકડાઉનને કારણે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ બંધ થવાને કારણે ઘણા શિક્ષકો રોજગારી માટે મજૂરી કરવાની અને શાકભાજી વેચવાની સ્થિતિમાં આવી ગયા છે.
કોરોનાના કપરા સંજોગોમાં ઘણા લોકો તેના પરિવારનું ભરણ પોષણ કરવા માટે પોતાનું શહેર છોડીને અન્ય શહેરોમાં કામની શોધમાં ગયા છે. સમગ્ર ખાનગી શિક્ષક સમુદાયની આ સ્થિતિ વ્યક્ત કરવા માટે, શિક્ષક ઉમેશ શ્રીવાસ્તવ પોતે રસ્તા પર શાકભાજી વેચવા નીકળ્યા હતા. તેના દ્વારા તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને આ સંદેશ પહોંચાડવા માગે છે કે, શિક્ષિત સમુદાયની દુર્દશાની નોંધ લો અને તેમને કોઈપણ માર્ગદર્શિકા હેઠળ શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાની મંજૂરી આપો. અથવા થોડું વળતર પૂરું પાડવું જોઈએ, જેથી ખાનગી શિક્ષક તેના પરિવારજનોનું ભરણ પોષણ કરી શકે.