મંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે રાજ્ય સરકાર પાસે હાલના લોકડાઉનના સમયમાં રિક્ષા અને ટેક્સી ચાલકોને રૂપિયા પાંચ હજારનું બેરોજગારી ભથ્થું આપવાની વાત કરી છે.
રિક્ષા, ટેક્સી ચાલકોને પાંચ હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપવું જોઈએ: ચવ્હાણ - કોંગ્રેસ
મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે રાજ્ય સરકાર પાસે હાલના લોકડાઉનના સમયમાં રિક્ષા અને ટેક્સી ચાલકોને રૂપિયા પાંચ હજારનું બેરોજગારી ભથ્થું આપવાની વાત કરી છે.
કોંગ્રેસ નેતા
પૃથ્વીરાજ ચવ્હાણે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો છે, જેમાં તેણે માગ કરી છે કે, રાજ્યમાં 10.6 લાખ રિક્ષાચાલક અને 2.75 લાખ ટેક્સીચાલક છે. ચવ્હાણે કહ્યું કે, લોકડાઉનને કારણે આ લોકોને બહુ મુસીબતનો સામનો કરવો પડે છે.