- એપીઓએ લખ્યો સ્વાસ્થ્ય પ્રધાનને પત્ર
- હવાઈમથકોના સભ્યોને વેક્સિનમાં મળવી જોઈએ પ્રાથમિકતા : એપીઓ
- હવાઈ કર્મચારીઓ મહામારીની શરૂઆતથી જ રહ્યા છે ફ્રન્ટલાઈન વોરિયર
નવી દિલ્હી: અસોસિએશન ઓફ પ્રાઈવેટ એરપૉર્ટ ઓપરેટર્સ (એપીએઓ)એ બુધવારનાં રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને કહ્યું કે તે કોવિડ-19 વેક્સિનેશન અભિયાનમાં દરેક હવાઈમથક કર્મચારીઓનો પ્રાથમિકતાની યાદીમાં સમાવેશ કરે. કારણ કે તેઓ દેશભરાના હવાઈમથકો પર ચોવીસ કલાક ફરજ બજાવતા હોય છે.
એપીએઓના મહાસચિવ સત્યન નાયરે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધનને લખેલા પત્રમાં કહ્યું કે, "એપીઓ તરફથી વિનંતી છે કે, મહેરબાની કરી દરેક હવાઈમથકોના સભ્યોને મંત્રાલયની કોવિડ-19 વેક્સિનેશન અભિયાનની યાદીમાં પ્રાથમિકતા આપવામાં આવે."
હવાઈ કર્મચારીઓએ મહામારીમાં પણ કર્યુ જવાબદારીનું પાલન