નવી દિલ્હી :આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડમાં નમામિ ગંગે કાર્યક્રમ હેઠળ તૈયાર થયેલી પરિયોજનાઓનું ઑનલાઈન લોકાર્પણ કરશે. નમામિ ગંગે પરિયોજનાનો લોકાર્પણ કાર્યક્રમ સવારે 11 કલાકે શરુ થશે. મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવત કાર્યક્રમમાં સચિવાલયથી જોડાશે. કેબિનેટ પ્રધાન સતપાલ મહારાજા અને મદન કૌશિક સિવાય ધારાસભ્ય હરિદ્વાર સ્વામી યતીશ્વરાતંદ અને બીએચઈએલ રાનીપુરના ધારાસભ્ય આદેશ ચૌહાણને પણ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
પરિયોજના નિર્દેશક ઉદય રાજ સિંહના જણાવ્યા અનુસાર કાર્યક્રમની સમગ્ર તૈયારી પુર્ણ થઈ છે. વડાપ્રધાન જે 6 પરિયોજનાઓનું લૉકાર્પણ કરશે, તેમાં હરિદ્વાર જિલ્લાના જગજીતપુરમાં 68 એમએલડી એસટીપી, 27 એમએલડીનું અપગ્રેડશન એસટીપી અને સરાયમાં 18 એમએલડીનું એસટીપી સામેલ છે.