વડાપ્રધાનને ફોટો ભેટ મેળવ્યા બાદ તે ફોટાને શેર કરતા લખ્યું કે, ધર્મશાલામાં મને વારાણસીની સુંદર તસવીર મળી છે. લગભગ 90 વર્ષ જુની આ તસવીરમાં નદી સાથે સાથે કાશીનો વ્યસ્ત ભાગ પણ જોઈ શકાય છે. વિચાર્યું કે, આ સુંદર ઐતિહાસિક પ્રતિકૃતિ તમારી સાથે પણ શેર કરૂ. ઈન્સ્ટાગ્રામ પર આ ફોટોને 5 દિવસમાં લગભગ 1 લાખ, 70 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો હતો. જ્યારે 7000 લોકોએ કોમેન્ટ કરી હતી.
PM મોદીએ વારાણસીનો 90 વર્ષ જુનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો - વારાણસીનો 90 વર્ષ જુનો ફોટો
હિમાચલ પ્રદેશઃ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટનું સમાપન થયું ચુક્યું છે. જેમાં વડાપ્રધાન મોદી હાજર રહ્યા હતા. ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટ દરમિયાન ધર્મશાલાના રહેવાસી ધર્મપાલ ગર્ગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિમાચલ પ્રદેશ રાજ્યના હસ્તે ભેટ વારાણસીનો 90 વર્ષ જુનો ફોટો ભેટમાં આપ્યો હતો. જેને મોદીએ ઈન્સ્ટાગ્રામમાં શેર કર્યો હતો.
Prime Minister shared Instagram photo of varanasi found in Dharamshala at Global Investors Meet
ઉલ્લેખનીય છે કે, ઈન્વેસ્ટર્સ મીટ દરમિયાન ધર્મપાલ ગર્ગે વડાપ્રધાન મોદીને વારાણસીનો 90 વર્ષ જુનો ફોટો ભેટમાં આપ્યો હતો. આ ફોટો તેમને મળીને ભેટમાં આપવા માંગતા હતા, પરંતું તેમની ઈચ્છા પુરી ન થઈ શકી. જે બાદ હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન દ્વારા આ ફોટો તેમને વડાપ્રધાનને મોકલાવ્યો હતો. જે મોદીએ 8 નવેમ્બરના રોજ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.