ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શ્રીલંકાના વડાપ્રધાન રાજપક્ષાએ કર્યા બાબા વિશ્વનાથના દર્શન - શ્રીલંકાના વડાપ્રધાન રાજપક્ષ કર્યા બાબા વિશ્વનાથના દર્શન

વારાણસીમાં શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે બાબા વિશ્વનાથના દર્શન કરીને તેઓએ કાળ ભૈરવના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓ સારનાથ પહોંચ્યા હતા. ત્યાં જઇને ગૌતમ બુદ્ધની પૂજા અર્ચના કરી હતી. તેમજ દેશમાં શાંતિ માટેની પ્રાર્થના કરી હતી. તેમજ ભારત અને શ્રીલંકાના સંબંધો વધુ મજબૂત થાય તેવી ઇચ્છા વ્યકત કરી હતી.

sarnath
વારાણસી

By

Published : Feb 9, 2020, 9:29 PM IST

વારાણસી : શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષ સારનાથના મ્યુઝિયમ પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને તેમણે ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલી બધી વસ્તુનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓ ગૌતમ બુદ્ધના મંદિરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે ગૌતમ બુદ્ધની પૂજા અર્ચના કરી હતી. તેમજ મંદિરમાં ભેટ પણ ધરી હતી.

શ્રીલંકાના વડાપ્રધાન રાજપક્ષ કર્યા બાબા વિશ્વનાથના દર્શન

તે ઉપરાંત મંદિર પહોંચેલા લોકોએ વડાપ્રધાનને સિલ્કનો દુપટ્ટો પહેરાવ્યો તેમજ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમનું માનવું છે કે, જેવી રીતે ભારતમાં ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલી વસ્તુને સુરક્ષિત રાખવામાં આવી છે. તે બહુ જ ખાસ છે. તેમજ વિશ્વમાં શાંતિ રહે તેવી પ્રાર્થના કરી હતી.

ABOUT THE AUTHOR

...view details