નવી દિલ્હી: ધોનીએ લખ્યું કે, આભાર પીએમ નરેન્દ્ર મોદી, તમારા તરફથી મળેલી શુભકામના માટે. પીએમ મોદીએ લખ્યું હતું કે, તમારામાં દેશની આત્મા ઝળકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ MS ધોનીને પત્ર લખીને આભાર માન્યો - MS ધોની
ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ હાલમાં જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. પીએમ મોદીએ ધોનીને પત્ર લખીને તેમની સિદ્ધિઓની પ્રશંસા કરી. જે અંગે ધોનીએ પણ ટ્વીટર પર પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ MS ધોનીને પત્ર લખીને આભાર માન્યો
આપને જણાવી દઈએ કે, 39 વર્ષના ધોનીએ 2004મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યા બાદ 350 વન ડે, 90 ટેસ્ટ અને 98 ટી-20I મેચ રમી છે. ધોનીની કપ્તાનીમાં ભારતએ વર્ષ 2007મા પ્રથમ ટી-20 વિશ્વકપ જીત્યો. બાદમાં વર્ષ 2011માં 50 ઓવર વિશ્વકપ અને વર્ષ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.
ભારતે ધોનીની કપ્તાનીમાં વર્ષ 2010 અને 2016માં એશિયા કપ પણ જીત્યો હતો. ધોનીની કપ્તાનીમાં જ ટીમ ઈન્ડિયા પ્રથમ વાર ટેસ્ટમાં નંબર 1 ટીમ બની હતી.