ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​ઇન્ડિયા ગેટ પર 'હુનર હાટ'ની મુલાકાત લીધી

નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદી ઇન્ડિયા ગેટ પાસે લાગેલા 'હુનર હાટ'માં પહોંચ્યા હતા. ત્યાં તેમણે બિહારના લિટ્ટી ચોખાનો સ્વાદ માણ્યો હતો. તેમજ પૈસાની ચૂકવણી પણ કરી હતી.

ndia
વડાપ્રધાન

By

Published : Feb 20, 2020, 5:38 AM IST

Updated : Feb 20, 2020, 5:49 AM IST

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ઈન્ડિયા ગેટ નજીક 'હુનર હાટ'માં પહોંચ્યા હતા. ત્યાં તેમણે બિહારના લિટ્ટી-ચોખાનો સ્વાદ માણ્યો હતો. જેના પૈસા પણ તેમણે પોતે ચૂકવ્યા હતા.

લોકોની શુભેચ્છાઓ સ્વીકારતા નરેન્દ્ર મોદી

લિટ્ટી-ચોખાના દુકાનદાર રંજન રાજે કહ્યું કે, આજે તે ઘણો ખુશ છે. કારણ કે, વડાપ્રધાને તેમની દુકાન પર લિટ્ટી-ચોખાનો સ્વાદ માણ્યો. તેણે કહ્યું કે, નરેન્દ્ર મોદીએ લિટ્ટી-ચોખા ખાઇને તેના પૈસા પણ આપ્યા હતા.

વધુમાં તેમણે કહ્યું હતું કે, લિટ્ટી ચોખા બિહારનો પ્રખ્યાત ખોરાક છે. તે બહુ જ પૌષ્ટિક હોય છે.

નરેન્દ્ર મોદીએ લિટ્ટી ચોખા જ નહી. પરંતુ કુલડીની ચા પણ પીધી હતી. જેની ચૂકવણી પણ તેમણે પોતે કરી હતી. ઇન્ડિયા ગેટના રાજપથ પર અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય દ્વારા 'હુનર હાટ' નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરમાંથી કારીગરો , શિલ્પકારો આવ્યા છે. તેમજ તેમનું હુન્નર બતાવી રહ્યા છે.

પીએમ મોદી સાથે સેલ્ફી ખેંચતી મહિલા

ત્યારે વડાપ્રધાન પણ અચાનક મુલાકાત માટે પહોંચ્યા હતા. તેની સાથે અલ્પસંખ્યક પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પહેલાં દિલ્હી, મુંબઇ, લખનઉ, જયપુર, અમદાવાદ, હૈદ્વાબાદ, પોંડીચેરી, પ્રયાગરાજ, ઇન્દોર વગેરે સ્થળો પર 'હુનર હાટ' નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 'હુનર હાટ'નું આયોજન રાંચીમાં 29 ફેબ્રુઆરીથી 8 માર્ચ, 2020 સુધી અને પછી ચંદીગઢમાં 13 માર્ચથી 22 માર્ચ 2020 સુધી કરવામાં આવશે.

Last Updated : Feb 20, 2020, 5:49 AM IST

ABOUT THE AUTHOR

...view details