બિહાર: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધન માટે ચૂંટણી પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બિહાર પહોચ્યાં છે. બંન્ને નેતાઓનો ચૂંટણી પ્રચાર માટે બિહારમાં બીજો પ્રવાસ છે.
વડાપ્રધાન મોદીએ દરભંગામાં જનસભાને સંબોધિત કરતા કહ્યું કે રસ્તો બનાવવાનું કામ ઝડપથી થઈ રહ્યું છે. દરભંગામાં એરપોર્ટ કનેક્ટિવીટીની સુવિધા વધી રહી છે. કોસી મહાસેતુનું કામ અટલ બિહારી વાજપાયએ શરુ કર્યું હતુ. ગત સરકારનું મંત્ર હતો પૈસા હજમ પરિયોજના ખતમ.
- તેમણે કહ્યું કે, જન નાયક કર્પૂરી ઠાકુરે જે સપનું જોયું તે પૂર્ણ થતું જોવા મળી રહ્યું છે.
- આજે બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. જ્યાં મતદાન ચાલી રહ્યું છે ત્યાં મારા બધા સાથીઓને આગ્રહ છે કે, કોરોનાથી બચવા માટે સાવધાની રાખો
- ભાજપ અને એનડીએની ઓળખ છે જે કહે છે તે કરે છે. દેશમાં પ્રથમ વખત એવું થયું કે, જ્યારે મૈનિફેસ્ટોને લઈ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, સરકાર આગળ કયું પગલું ભરી રહી છે.
- છેલ્લા 15 વર્ષમાં બિહાર નીતિશજીના નેતૃત્વમાં ખુબ આગળ આવ્યું છે.
- અંતે અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ શરુ થશે
- અમે કહ્યું હતુ કે, દરેક ખેડૂતના ખાતામાં સીધા પૈસા જમા થશે
- આજે અંદાજે 1 લાખ કરોડ રુપિયા ખેડૂતોના બેંકના ખાતમાં જમા કરવામાં આવ્યા છે.
- અમે કહ્યું હતુ કે, ગરીબો બેંકનું ખાતું ખોલે. આજે 40 કરોડથી વધુ ગરીબો બેંકનું ખાતું ખુલ્લી ચૂક્યું છે.
આપને જણાવી દઈએ કે બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજથી શરુ થયું છે. પ્રથમ તબક્કામાં 16 જિલ્લાની 71 બેઠક પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં ચૂંટણી પંચે તૈયારીને આખરી ઓપ આપી દીધો છે. કુલ 31 હજાર મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. ચૂંટણી મેદાનમાં કુલ 1 હજાર ઉમેદવારો છે. જેમાં 952 પુરુષ ઉમેદવાર અને 114 મહિલા ઉમેદવાર છે.
આજે ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં બંધ થશે. જેના માટે 2 કરોડ 14 લાખ 6 હજાર 96 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં પુરુષ મતદારો 1 કરોડ 12 લાખ 76 હજાર 396 અને મહિલા ઉમેદવારો 1 કરોડ 1 લાખ 29 હજાર 101 છે. થર્ડ જેન્ડર 599 મતદારો છે.