કોંગ્રેસ કાર્યલાય 24 અકબર રોડ પર આવેલું છે અને ગુજરાત ભવન 25B અકબર રોડ પર આવેલું છે. 2 વર્ષ આગાઉ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ ભવનનો પાયો મુક્યો હતો. આ ભવનની અંદર 79 રૂમ આવેલા છે. VIP લાઉંજ, પબિલ્ક લાઉંજ તથા મલ્ટીપરપસ હોલ પણ બનાવામાં આવ્યા છે. જેમાં એક વખતમાં 2000 લોકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ગુજરાત ભવનનું ઉદ્ધાટન કર્યું છે. કોંગ્રેસ મુખ્યાલયની સામે બનાવવામાં આવેલુ નવું ગુજરાત ભવન સાત માળનું છે, અને તેનું નામ ગરવી ગુજરાત ભવન રાખવામાં આવ્યું છે.
PM મોદીએ ગુજરાત મોડેલને વખાણ્યું, કહ્યું- 6 વર્ષમાં ગુજરાતે ચિકિત્સા ક્ષેત્રમાં સારુ કામ કર્યું - ગુજરાત ભવન
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હી ખાતે ગુજરાત ભવનનું લોકાર્પણ કર્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની વાનગીઓ અને ગુજરાતી લોકો વિશે વાત કરી હતી. તેમજ ગુજરાત મોડેલને યાદ કરતા કહ્યુ હતું કે, 6 વર્ષમાં ગુજરાતમાં ચિકિત્સાના ક્ષેત્રમાં સારુ એવું કામ થયુ છે.
![PM મોદીએ ગુજરાત મોડેલને વખાણ્યું, કહ્યું- 6 વર્ષમાં ગુજરાતે ચિકિત્સા ક્ષેત્રમાં સારુ કામ કર્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4321988-thumbnail-3x2-sss.jpg)
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગરવી ગુજરાત ભવન ગુજરાતના કરોડો લોકોની ભાવનાઓ, પરંપરાઓ તથા સંસ્કૃતિને અનુલક્ષીને સૌની સેવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. ગરવી ગુજરાત ભવનના ઉદ્ઘાટન બાદ વિજ્ઞાન ભવનમાં PM મોદીએ કહ્યું કે, હું ઘણા લોકોને અહિંયા વર્ષો બાદ જોંવ છું. કોઈ પણ આનું ઉદ્ઘાટન કરી શકતું હતું. પરંતુ આ ભાગ્ય મને મળ્યું જેથી હું તમને તમામને મળી શકું. PM મોદીએ કહ્યું કે, ગરવી ગુજરાત ભવન ગુજરાતના કરોડો લોકોની ભાવના, પરંપરાઓ અને સંસ્કૃતિની અનુકુળ તમામ સેવાઓ માટે તૈયાર કરવામા આવ્યું છે.
આ ભવન ભલે મિની ગુજરાતનું મોડલ હોય, પરંતુ આ ન્યૂ ઈન્ડિયાના એ વિચારના પણ સ્પષ્ટ પૂરાવા છે, જેમા આપણે આપણી સાંસ્કૃતિક વારસાને આપણી પરંપરાને અધુનિકતા સાથે જેડીને આગળ વધવાની વાત કરીંએ છીંએ. PM મોદીએ કહ્યું કે, હવે પ્રોજેક્ટનો સમય પૂર્ણ કરવાની આદત સરકારી સંસ્થાઓ અને સરકારી એજન્સીઓમાં જન્મી રહીં છે. જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે ડંકાની ચોટે કહેતો હતો કે, જેનું શિલાન્યાસ હું કરૂં છું તેનું ઉદ્ઘાટન પણ હું જ કરૂં છું.
PM મોદીએ પોતાના સંબોધન દરમિયાન ગુજરાતના ભોજનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, બ્રાન્ડિંગ યોગ્ય હોય તો ગુજરાતી ભોજનની અલગ ઓળખ બની શકે છે. હું ઈચ્છું કે, લોકો ગુજરાતનું જમવાનું શોધતા શોધતા ગુજરાત ભવન આવે. PM મોદીએ એક વખત ફરી ગુજરાત મોડલનો ઉલ્લેખ કર્યો. PMએ કહ્યું કે, ઘણા વર્ષોથી ગુજરાત વિકાસ દર 10 ટકા રહ્યો. 6 વર્ષમાં ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રમાં ઘણું કામ થયું છે. ઉજ્જવલા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો અમલ કરવામા ગુજરાત ઘણું આગળ રહ્યું છે. વિશ્વની મોટી મેગેઝીન સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની ચર્ચા કરી રહીં છે, ખાસ કરીને પર્યટન સાથે સંકળાયેલી. PM મોદીએ કહ્યું કે, અમે 2024માં દરેક ઘરે પાણી પહોંચાડવામાં જરૂર સફળ થશું.