વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલો સગો તે પાડોશીની નીતિને ધ્યાનમાં રાખી ભારતના પાડોશી દેશ નેપાલ, ભુટાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને માલદીવને નવા વર્ષની શુભકામના પાઠવી. આ દરમિયાન મોદીએ ઘણા દેશોના વડાઓને ફોન કરીને વાત કરી હતી. જો કે, પાડોશી દેશ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ફોન કર્યો ન હતો. આ વાતચીત દરમિયાન 2019માં થયેલા કરારો તથા રાજકીય સંબંધ અંગે પણ ચર્ચા કરી હતી.
વડાપ્રધાન મોદીએ ભારતની જનતા તરફથી પાડોશી નેતા અને ત્યાની જનતાને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. પાડોશી નીતિ અંતર્ગત ભારતના મિત્ર દેશોને સુરક્ષા. શાંતિ, સમૃદ્ધી એને વિકાસની દ્રષ્ટીએ ભારતની પ્રતિબદ્ધતા પર ભાર આપ્યો હતો.
ભુટાનના રાજા સાથેની વાતચીતમાં 2019ની સિદ્ધિઓ અંગે ચર્ચા કરી હતી સાથે તેમણે 2019માં થયેલા કરારોની પણ ચર્ચા કરી હતી.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ ઉષ્માપુર્વક મોદીના વિચારોને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું કે, 2020માં શ્રીલંકા અને ભારત વચ્ચે ઘણા કરારો થશે. બંન્ને દેશોના મૈત્રીપુર્ણ સંબંધોને વધારવા તત્પર છીએ.