UNGAમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, ભારતે વિશ્વને યુદ્ધ નહિ, બુદ્ધ આપ્યા - જનકલ્યાણની દિશા
ન્યૂયોર્ક: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74માં સત્રને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વને ભારતની મહાન પરંપરા યાદ કરાવી હતી. આ સિવાય આતંકવાદ પર પણ શાબ્દિક પ્રહારો કર્યા હતાં. તેઓએ કહ્યું કે, ભારતે વિશ્વને યુદ્ધ નહિ, બુદ્ધ આપ્યા છે. વડાપ્રધાન મોદી પહેલા મોરિશસના રાષ્ટ્રપતિ, ઈન્ડોનેશિયાના ઉપરાષ્ટ્રપતિ અને લિસોથોના વડાપ્રધાને આ સત્રને સંબોધ્યું હતું.
![UNGAમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, ભારતે વિશ્વને યુદ્ધ નહિ, બુદ્ધ આપ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4574606-thumbnail-3x2-sss.jpg)
સૌ.ANI
વડાપ્રધાન મોદીના સંબોધનના અંશો
- અમે જનકલ્યાણની દિશામાં કામ કરી રહ્યા છીએ અને આ ફક્ત ભારત જ નહીં પરંતુ જનકલ્યાણ માટે છે. 130 કરોડ ભારતીયોની તરફથી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધીત કરીને ગર્વ અનુભવ કરી રહ્યો છું.
- PM મોદીએ દુનિયાને આપ્યો જન કલ્યાણથી જગ કલ્યાણનો મંત્ર.
- સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 14માં સત્રને 130 કરોડ ભારતીયો તરફથી સંબોધિત કરવું તે મારા માટે ગૌરવની વાત : પીએમ મોદી
- વડાપ્રધાન મોદી એ કહ્યું કે, મારી સરકારને મજબૂત જનાદેશ મળ્યો છે. સ્વચ્છતાનો જનાદેશ ભારતમાં શરૂ થયો, જે વ્યાપક સ્તરે અને પ્રેરક રહ્યો. ભારતમાં દુનિયાની સૌથી મોટી હેલ્થ યોજના આયુષ્માન ભારત ચલાવવામાં આવી રહી છે. તેના હેઠળ 50 લાખ લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવી રહી છે. 5 વર્ષમાં 11 કરોડ શૌચાલય બનાવવામાં આવ્યા.
- વડાપ્રધાન મોદીએ કહ્યું, આથી અમારી પ્રેરણા છે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, યૂએન પીસ કીપિંગ મિશનમાં ભારતે સૌથી મોટુ બલિદાન આપ્યું છે.
- અમે એ દેશના રહેવાસી છીએ જેણે દુનિયાને યુદ્ધ નહીં બુદ્ધ આપ્યા છે - PM
- PM મોદીએ કહ્યું અમે આતંકને લઈને દુનિયાને સતર્ક કર્યા, અમારી સંસ્કૃતિ જીવમાં શિવને જુએ છે
- અમે જનકલ્યાણથી જગકલ્યાણનું વિચારીએ છીએ
- નવા ભારતમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે
- પ્રયાસ અમારા પરિણામ સમગ્ર સંસારના માટે
- ભારતના 2025 સુધીમાં ટીબી મુક્ત કરીશું
- ભારત વૈશ્વિક પડકારને ઉઠાવી રહ્યું છે
- ભારતે દુનિયાને યુદ્ધ નહી, બુદ્ધ આપ્યા છે
- આતંક વિરુદ્ધ સમગ્ર વિશ્વએ એક થવું જરૂરી બન્યુ છે
- આતંકવાદ દુનિયાનો નહીં, માનવતાનો સૌથી મોટો પડકાર
- આતંકવાદ કોઈ એક દેશ નહીં, પણ દુનિયા આખી અને માનવતાના સૌથી મોટા પડકારમાંનો એક છે. આતંકના નામે વહેંચાયેલી દુનિયા એ સિદ્ધાંતોને ઠેસ પહોંચાડે છે જેના આધારે યૂએનનો જન્મ થયો : PM મોદી
- અમારા અવાજમાં આતંક વિરૂદ્ધ દુનિયાને સતર્ક કરવાની ગંભીરતા પણ છે અને આક્રોશ પણ : પીએમ મોદી
- ભારતના દુર્ગમ વિસ્તારોમાં સવા લાખ કિમી સડકો અમે બનાવી રહ્યાં છીએ : પીએમ મોદી
- જ્યારે હું તે દેશોના સુખ દુખ સાંભળું છું, તેના સપનાઓથી પરિચિત છું, ત્યારે મારો આ સંકલ્પ વધારે મજબુત થઇ જાય છે. હું મારા દેશનો વિકાસ વધારે ઝડપથી કરુ જેથી ભારતનાં અનુભવ તે દેશોના કામ પણ આવી શકે.
- મારો તે વિશ્વાસ દિવસેને દિવસે ત્યારે પણ દ્રઢ થતો જાય છે. જ્યારે હું તે દેશો અંગે વિચારૂ છું જે વિકાસની યાત્રામાં ભારતની જેમ જ પોતાનાં સ્તરે પ્રયાસો કરી રહ્યા છે.
- આગામી 5 વર્ષોમાં અમે અમારા દુર દુરના ગામોમાં સવા લાખ કિલોમીટરથી પણ વધારે માર્ગ બનાવવા જઇ રહ્યા છીએ.
- 2022 જ્યારે ભારત પોતાની આઝાદીનાં 75 વર્ષનું પર્વ મનાવશે, ત્યાર સુધી અમે ગરીબો માટે 2 કરોડ વધારે ઘરોનું નિર્માણ કરવાનાં છીએ.
- આગામી 5 વર્ષોમાં અમે જળ સંરક્ષણના કામમે વધારે ભાર પુર્વક કરીશું અને 15 કરોડ ઘરોના પાણીનુ સપ્લાયથી જોડવાના છીએ.
- વિશ્વએ ભલે ટીબી મુક્તિ માટે વર્ષ 2030નો સમય મુક્યો હોય, પરંતુ, અમે 2025 સુધી ભારતને ટીબી મુક્ત કરવા માટે કામ કરીએ છીએ.
- ભારત હજારો વર્ષ જુની એક મહાન સંસ્કૃતી છે, જેની પોતાની જીવંત પરંપરા છે, જે વૈશ્વિક સપનાઓને પોતાનામાં સમેટીને બેઠું છે. અમારા સંસ્કાર અમારી સંસ્કૃતી, જીવમાં પણ શિવનું દર્શન કરે છે.
- બાપુની 150મી જયંતી પર સંબોધન ગર્વનો વિષય
- માત્ર 5 વર્ષમાં 11 કરોડ શૌચાલયો બનાવ્યા.
- હાર્મની એન્ડ પીસના સંદેશા સાથે પીએમ મોદીએ પોતાનું સંબોધન ખત્મ કર્યું
Last Updated : Sep 27, 2019, 8:51 PM IST