નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ચિત્રકુટ જિલ્લાના ભરતકૂપ ક્ષેત્રમાં 296 કિલોમીટર લાંબા બુંદેલખંડ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કરશે. PMની સાથે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે.
PM મોદી શનિવારે બુંદેલખંડ એક્સપ્રેસ-વેનો કરશે શિલાન્યાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પ્રયાગરાજમાં 'સામાજિક સશક્તિકરણ શિબિર'નું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ વડાપ્રધાન બુંદેલખંડ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કરશે.
સત્તાવાર રીતે બહાર પાડવામાં આવેલા પ્રોટોકોલ મુજબ, વડાપ્રધાન મોદી શનિવારે બપોરે 1 વાગ્યે પ્રયાગરાજથી સેનાના હેલિકોપ્ટર દ્વારા ભરતકૂપ વિસ્તારના ગોંડા ગામના હેલીપેડ પર ઉતરશે. તેમની સાથે પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. જ્યાં તેઓ બુંદેલખંડ એક્સપ્રેસ-વેના નિર્માણ સ્થળ પર પૂજા-અર્ચના કરીને શિલાન્યાસ કરશે અને લોકો સાથે મુલાકાત કરશે.
બુંદેલખંડ એક્સપ્રેસ-વે ચિત્રકૂટ જિલ્લાના ભરતકૂપથી શરૂ થશે અને બાંદા, મહોબા, હમીરપુર, જાલૌન અને ઓરૈયા થઈને ઈટાવા જિલ્લા પાસે આગરા-લખનઉ એક્સપ્રેસ-વેને જોડશે. જેનાથી દિલ્હી જવાનો રસ્તો સરળ બનશે. આ એક્સપ્રેસ વેની લંબાઈ 296.07 કિમી હશે. આને બનાવવાનો ખર્ચ 14 હજાર 716.26 કરોડ રૂપિયા થશે.