નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાની 31મી તારીખે "મન કી બાત" કાર્યક્રમમાં જનતા સાથે વાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમમાં કોરોના અંગે ચર્ચા માટે જનતા પાસેથી સૂચનો માગ્યા છે. પીએમ મોદીએ સોમવારે સવારે આ અંગે ટ્વીટ કરીને લોકોને સૂચનો આપવા માટે અપીલ કરી છે.
કોરોના સંકટ: PM મોદી 31 મેના રોજ કરશે "મન કી બાત", લોકો પાસેથી માગ્યા સૂચન - modi man ki bat on 31st may
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાઈરસની મહામારી વચ્ચે 31 મેના રોજ "મન કી બાત" કાર્યક્રમને સંબોધન કરશે. આ માટે પીએમ મોદીએ જનતા પાસેથી સૂચનો પણ માગ્યા છે.
કોરોના મહામારી: વડાપ્રધાન મોદી 31 મેના રોજ "મન કી બાત" કાર્યક્રમને સંબોધશે, લોકો પાસેથી સૂચનો માગ્યા
વડાપ્રધાનએ ટ્વીટમાં લખ્યું કે, '31 મેના "મન કી બાત" કાર્યક્રમ માટે હું તમારા સૂચનોની રાહ જોઈશ.' આ માટે, સંદેશ 1800-11-7800 પર રેકોર્ડ કરીને અથવા 'નમો એપ્લિકેશન' અને 'માય ગાવ' પર લખીને મોકલી શકાય છે.
ઉલ્લેખનિય છે કે, કોરોના વાઈરસની મહામારી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજીવાર "મન કી બાત" કાર્યક્રમને સંબાધશે. આ પહેલા પીએમ મોદીએ માર્ચ અને એપ્રિલના અંતમાં દેશવાસીઓ સાથે વાત કરી હતી.
Last Updated : May 18, 2020, 10:20 AM IST