નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા 3 કૃષિ બિલનો વિપક્ષ દેશભરમાં વિરોધ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષના આ વિરોધને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી. વડાપ્રધાને મંગળવારે વિપક્ષને આડેહાથે લેતા કહ્યું કે, જે લોકો કૃષિ બિલનો વિરોધ કરી રહ્યા છે તે તમામ ખેડૂતોનું અપમાન કરી રહ્યા છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે, દેશના ખેડૂતો, શ્રમિકો અને દેશના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા સુધારા કરવામાં આવે છે. આ સુધારાથી દેશનો ખેડૂત, શ્રમિક, યુવાન, મહિલાઓ વધુ સક્ષમ થશે. જોકે આજે દેશ જોઈ રહ્યો છે કે, કેટલાક લોકો કેવો વિરોધ કરી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ વિપક્ષને લીધા આડેહાથ, કહ્યું, વિપક્ષ ખેડૂતોનું અપમાન કરી રહ્યું છે - ખેડૂતોનું અપમાન
દેશભરમાં ખેડૂત બિલ અંગે વિપક્ષના વિરોધને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૌન તોડ્યું છે. વડાપ્રધાને વિપક્ષને આડેહાથે લેતા કહ્યું કે, જે પણ લોકો કૃષિ બિલનો વિરોધ કરી રહ્યા છે તે તમામ ખેડૂતોનું અપમાન કરી રહ્યા છે. પંજાબ યુથ કોંગ્રેસ દ્વારા દિલ્હીના ઈન્ડિયા ગેટ પાસે ટ્રેક્ટરને આગ ચાંપીને કૃષિ બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાને પોતાની પ્રતિક્રિયા આપી હતી.
વડાપ્રધાન મોદીએ વિપક્ષને લીધા આડેહાથે, કહ્યું, વિપક્ષ ખેડૂતોનું અપમાન કરી રહ્યું છે
જોકે કૃષિ બિલનો વિરોધ કરી રહેલા તમામ લોકો ખરેખર તો ખેડૂતોનું અપમાન કરી રહ્યા છે. નમામિ ગંગે મિશન અંતર્ગત મોટી પરિયોજનાના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. જ્યારે કેન્દ્ર સરકાર ખેડૂતોને પોતાના અધિકાર આપી રહી છે ત્યારે વિપક્ષ તેનો વિરોધ કરી રહ્યું છે. વિપક્ષ ઈચ્છે છે કે, ખેડૂત ઓપન માર્કેટમાં પોતાના અનાજનું વેચાણ ન કરે. જે સામાન, સાધનોની ખેડૂતો પૂજા કરે છે તેને આ લોકો આગ ચાંપી રહ્યા છે. આથી ખેડૂતોનું અપમાન થઈ રહ્યું છે.