વડાપ્રધાન મોદી માલદીવ બાદ રવિવારે શ્રીલંકાના પ્રવાસે નીકળી જશે. અહીં વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ સિરિસેના અને મુખ્ય અધિકારીઓ સાથે મુલાકાત યોજશે. વડાપ્રધાન મોદી આ અગાઉ શનિવારે માલદીવના પ્રવાસે હતાં. વડાપ્રધાન મોદીના આ પ્રવાસને લઈ ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત અને શ્રીલંકા વચ્ચે બંને દેશોના સંબંધોમાં ભારત શ્રીલંકાની સાથે હંમેશા ઊભુ રહેશે, જેને લઈ આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રાલયે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, કોઈ પણ પરિસ્થિતિમાં ભારત શ્રીલંકાને મદદ કરશે.
વડાપ્રધાન મોદી આજે શ્રીલંકાના પ્રવાસે, બંને દેશો વચ્ચે દ્વીપક્ષીય સંબંધોને મળશે મજબૂતી - trip
ન્યૂઝ ડેસ્ક: માલદીવ બાદ વડાપ્રધાન મોદી આજે શ્રીલંકાના પ્રવાસે જવા રવાના થશે.ઈસ્ટરમાં થયેલા શ્રેણી બંધ વિસ્ફોટ બાદ કોઈ વિદેશ નેતાની આ પહેલી શ્રીલંકા યાત્રા હશે.
ians
આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદીની આ ત્રીજી યાત્રા છે.આ અગાઉ તેઓ 2015 અને 2017માં પણ શ્રીલંકા ગયા હતાં.