નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બાંગ્લાદેશમાં 'જાતિર પિતા બંગબંધુ' શેખ મુજબીર રહમાનીની 100મી જન્મજયંતિ સમારોહમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભાગ લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બાંગ્લાદેશના સમારોહમાં આપશે હાજરી - PM Narendra modi
બાંગ્લાદેશમાં શેખ મુજીબ-ઉ-રહમાનની જન્મ શતાબ્દી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજર રહેશે.
![વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બાંગ્લાદેશના સમારોહમાં આપશે હાજરી Narendra modi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6436416-thumbnail-3x2-modi.jpg)
બાંગ્લાદેશમાં શેખ મુજીબ-ઉ-રહમાનની જન્મ શતાબ્દી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્મથી હાજર રહેશે. ઢાકામાં નેશનલ પરેડ ગ્રાઉન્ડમાં 17 માર્ચે એટલે કે આજે ખ મુજીબ-ઉ-રહમાનની જન્મ જયંતિ પર સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સમારોહમાં વડાપ્રધાન મોદી સહિત અનેક વિદેશી મહાનુભાવો હાજર રહેવાના હતા, પંરતુ કોરોના વાયરસને કારણે યાત્રા રદ રહી હતી.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની બાંગ્લાદેશની યાત્રા મહત્વના સમયે થઈ રહી હતી. પીએમના આ પ્રવાસથી ભારતમાં નવા નાગરિક કાનુન અને NRCને લઈ ચાલતી ધમાસાણ શાંત થવાની આશા હતી, પરંતુ કોરોના વાઈરસને કારણે તેમની યાત્રા બંધ રહી.