નવી દિલ્હીઃ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 32મી પ્રગતિ બેઠક મળશે. આ બેઠકમાં વિવિધ પ્રોજેક્ટના વહીવટ અને સમયસર અમલીકરણ અંગે PM મોદી સમીક્ષા કરશે. પ્રગતિ કેન્દ્ર સરકારનું એવું પ્લેટફોર્મ છે, જ્યાં સક્રિય શાસન અને પરિયોજનાઓના વિકાસની સાથે જોડાયેલી ગતિવિધિઓની જાણકારી મળે છે. આ બેઠકમાં વિવધ પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, અગાઉની એટલે કે 31મી બેઠકમાં 12 લાખ કરોડના પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી. 31મી પ્રગતિ બેઠક 2019માં યોજાઈ હતી. તે સમયે 16 રાજ્યો અને જમ્મુ-કાશ્મીર સંબંધિત 61 હજાર કરોડ રૂપિયાની 9 પરિયોજનાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. તે જ રીતે આજે PM મોદી દેશમાં ચાલી રહેલી અન્ય પરિયોજનાઓ વિશે વિસ્તારથી વાત કરશે.