વડાપ્રધાન મોદીએ આ અંગે ટ્વિટ કર્યુ હતું કે, 'વૉશિંગ્ટન ડીસીમાં ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કાર્યક્રમમાં અધ્યક્ષ પેલોસીએ ખુબ જ ઉપયોગી વાત કરી હતી'
વડાપ્રધાન મોદીએ નેન્સી પેલોસીની સ્પીચ શેર કરી - narendra modi on globle warming
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળવાયુ પરિવર્તન અંગે અમેરિકાના સાંસદ અને નિચલા ગૃહના અધ્યક્ષ નેન્સી પેલોસીની સ્પીચની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત PM મોદીએ આ ભાષણને શેર કર્યુ હતું.
વડાપ્રધાન મોદીએ નેન્સી પેલોસીની સ્પીચ શેર કરી
પેલોસીના ભાષણને ટાંકીને મોદીએ કહ્યુ હતું કે, પેલોસીએ ભારત અને અમેરિકાના સબંધો ઉપરાંત, મહાત્મા ગાંધી સહિતના વિષયો ઉપર ઘણી વાત કરી હતી.
આ વક્તવ્યમાં જળવાયુ પરિવર્તનની સમસ્યાને પહોંચી વળવા મોદીની પ્રતિબદ્વતાની પ્રશંસા કરી હતી. તેમજ તેણે કહ્યુ હતું કે, ભારતના વડાપ્રધાને પૃથ્વીને નુકસાન કરનારા પડકારો સામે લડવાની સાથે-સાથે ગાંધી મૂલ્યોને પણ જીવીત રાખ્યા છે.