ન્યૂઝ ડેસ્કઃ અત્યારે દેશ કોરોના મહામારી સાથે લડાઇ કરી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન મોદીએ શુક્રવારે વીડિયો સંદેશ આપીને દેશની જનતાને 5 એપ્રિલના રોજ રાત્રિના 9 વાગ્યે 9 મીનિટ સુધી પોતાના ઘરની લાઈટો બંધ કરીને દીપક, મીણબત્તી, મોબાઈલની ટોર્ચ કરવાનું આહ્વાન કર્યું હતું. જે અંતર્ગત વડાપ્રધાન મોદીએ દિલ્હીથી દીપક પ્રગટાવ્યો હતો.
વડાપ્રધાન મોદીએ દીપ પ્રગટાવ્યા બાદ ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે, ‘शुभं करोति कल्याणमारोग्यं धनसंपदा । शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते ॥’