ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના સંકટઃ વડાપ્રધાન મોદીએ સાત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે યોજી સમીક્ષા બેઠક - કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યપ્રધાનો

ભારતમાં કોરોના વાઇરસનું સંકટ વધી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન મોદીએ આજે બુધવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં સાત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વાત કરવામાં આવી હતી.

Prime Minister Modi
Prime Minister Modi

By

Published : Sep 23, 2020, 9:35 PM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિત સાત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યપ્રધાનો અને આરોગ્ય પ્રધાનો સાથે બેઠક યોજી રાજ્યોમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અને ગૃહ પ્રધાન અમિત શાહે પણ ભાગ લીધો હતો.

વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત આ બેઠકમાં આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, દિલ્હી અને પંજાબના મુખ્યપ્રધાનો અને આરોગ્ય પ્રધાનોએ ભાગ લીધો હતો.

કેન્દ્ર સરકારે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે, દેશમાં કોરોનાના કુલ પુષ્ટિ થયેલા કેસોના 65.5 ટકા અને કુલ મૃત્યુના 77 ટકા લોકો પણ આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છે.

નિવેદનમાં જણાવ્યા અનુસાર, પંજાબ અને દિલ્હીની સાથે અન્ય પાંચ રાજ્યોમાં તાજેતરમાં કેસોની કુલ સંખ્યામાં તીવ્ર વધારો નોંધાયો છે. મહારાષ્ટ્ર, પંજાબ અને દિલ્હીમાં પણ મૃત્યુઆંકમાં નોંધપાત્ર વધારો થયો છે. આ રાજ્યોમાં મૃત્યુ દર બે ટકાથી વધુ છે, જે મૃત્યુ દરની સરેરાશ છે. પંજાબ અને ઉત્તર પ્રદેશ સિવાય કોરોનાનો પુષ્ટિ દર રાષ્ટ્રીય સરેરાશ 8.52 ટકા કરતા વધારે છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અસરકારક સહયોગ અને સંકલનથી કોવિડ -19 રોગચાળા સામે લડતનું નેતૃત્વ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details