ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બાળકોના ભવિષ્ય સાથે ચેડા, વર્ગખંડ વિના જ ભણી રહ્યા છે બાળકો - udhampur

શ્રીનગર: જમ્મુ કશ્મીરના ઉધમપુરમાં સરકારી શાળાની હાલત ખુબ જ દયનીય છે. બાળકો બહાર બેસીને શિક્ષણ લેવા મજબુર બન્યા છે. અહિં ટેબલ અને ખુરશી તો દૂરની વાત છે બાળકોને બેસવા સુધીની પણ વ્યવસ્થા નથી.

વર્ગખંડ વિના જ ભણી રહ્યા છે બાળકો

By

Published : Apr 28, 2019, 10:40 PM IST

એક તરફ દેશમાં કેટલીય શાળાઓમાં ડિજીટલ એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે તો બીજી તરફ શાળાઓના નામ પર ફક્ત ચાર દિવાલો બનાવી દીધી છે. જમ્મુ કશ્મીરના ઉધમપુરમાં સરકારી શાળાની હાલત એવી છે કે, બાળકો ખુલ્લામાં બેસીને શિક્ષણ લેવા મજબુર થયા છે.

ઉધમપુરના પંચારીમાં તુર્ગ ગામમાં સરકારની પ્રાથમિક શાળાનો હાલ પણ કંઈક એવો જ છે. જ્યા બાળકોને ઉચ્ચસ્તરિય શિક્ષણ તો ઠીક પરંતુ સામાન્ય સુવિધાઓ પણ નથી મળી રહી. હાલત એવી છે કે ત્યાં ન તો કલાસરુમ છે કે ન તો બેસવા માટે ટેબલ અને ખુરશી છે. ત્યા બાળકો આકાશ નીચે ધગધગતા તડકામાં બેસીને શિક્ષણ મેળવી રહ્યા છે.

આ વિષયમાં ગામનાં સરપંચ પી કુમારનું કહેવું છે કે, આ શાળામાં 50 વિદ્યાર્થીઓના નામ નોંધાયા છે પરંતુ શાળીની ઈમારત આ બધા જ બાળકોને સુવિધાઓ આપવા માટે સક્ષમ નથી. તેઓએ વધુમાં કહ્યું કે, અહીં બાળકો સારી રીતે બેસી પણ શક્તા નથી.

તો બીજી તરફ ઉધમપુરના ચીફ એજ્યુકેશન ઓફિસર દલજીત સિંહનું કહેવું છે કે, તેઓએ બધા જ ઝોનલ શિક્ષા અધિકારીઓને આદેશ આપ્યો છે કે, તેઓ તે બધી શાળાઓની સૂચિ બનાવે જેની પાસે પૂરતી સુવિધાઓ નથી અથવા તો તેમના કોઈ કામ બાકી છે કે જેથી કરીને અને તેમની મદદ કરી શકીએ.

ABOUT THE AUTHOR

...view details