બેંગલુરુ: રામ મંદિરની ભૂમિ પૂજા કરવાનો શુભ સમય કહેનાર સંત એન.વિજેન્દ્રને ધમકી મળી છે. પોલીસે આ મામલે કર્ણાટકના બેલગાવીમાં એફઆઈઆર નોંધી છે. તેમના નિવાસસ્થાને સુરક્ષા વધારી દેવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસને ધમકીભર્યા ફોન કોલ્સની જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ બેલગાવીના શાસ્ત્રી નગર વિસ્તારમાં પુજારીના ઘરે સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના સભ્યએ કહ્યું કે આ ગંભીર ચિંતાનો વિષય છે. જે લોકો મંદિર બાંધવા માંગતા નથી, તેઓ પૂજારીને ધમકી આપી રહ્યા છે.
વિજયેન્દ્રએ પત્રકારોને જણાવ્યું હતું કે એક કોલરે તેમને પૂછ્યું કે તેણે 'ભૂમિપૂજન' ની તારીખ શા માટે કાઢી છે?
તેઓએ પૂછ્યું કે તમે કેમ તેમાં જોડાઈ રહ્યા છો. મેં(પૂજારી) કહ્યું કે આયોજકોએ મને ભૂમિપૂજન માટે તારીખ આપવા વિનંતી કરી હતી અને મેં તેમ કર્યું. ફોન કરનાર પોતાનું નામ જાહેર કરતો નથી. તેમણે કહ્યું કે વિવિધ નંબર પરથી કોલ આવી રહ્યા છે.
વિજેન્દ્ર છેલ્લા ઘણા સમયથી રામ મંદિર આંદોલન સાથે સંકળાયેલા છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં, ટ્રસ્ટ દ્વારા તેમને મંદિરના નિર્માણ કાર્યના પ્રારંભ માટે યોગ્ય સમયની ગણતરી કરવા જણાવ્યું હતું.