ઉમા ભારતીને પત્રકાર પરિષદમાં પ્રશ્ન કરવામાં આવ્યો કે, શું મધ્યપ્રદેશની રાજનીતિમાં સાધ્વી પ્રજ્ઞા તેમની જગ્યા લઇ જવા રહી છે? તો તેમણે જવાબ આપતા કહ્યું કે તે તો એક મહાન સંત છે, તેમની સરખામણી મારાથી ન કરશો. હું તો તેમની સામે મુર્ખ છું.
સાઘ્વી પ્રજ્ઞા સામે હું મુર્ખ, તે મહાન સંત :સાઘ્વી ઉમા ભારતી - Gujarat
ભોપાલ: ભોપાલ લોકસભા બેઠક પરથી પ્રજ્ઞા સિંહ ઠાકુર ઉમેદવાર તરીકે ઉભા છે. મધ્યપ્રદેશની રાજનીતિમાં નવો ચહેરો સાધ્વી ઉમા ભારતી તથા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર વચ્ચે કેવા સંબંધો છે તે એક મોટો પ્રશ્ન બની ગયો છે.
ફાઇલ ફોટો
તમને જણાવી દઇએ કે, 10 વર્ષથી સત્તામાં રહેલી દિગ્વિજયની સરકારને હટાવવા માટે સાધ્વી પ્રજ્ઞાને આગળ લાવવામાં આવી રહ્યા છે. વર્ષ 2003 વિધાનસભા ચૂંટણીના નિર્ણયોમાં ઉમા ભારતીના નેતૃત્વમાં ભાજપ સરકારને જીત મળી હતી. ઉમા ભારતી મુખ્યપ્રધાન તો બની ગયા પરંતુ તેમણે 8 માસમાં જ રાજીનામું આપી દીધુ હતું. ત્યારબાદ બાબૂલાલ ગૌર તથા શિવરાજ સિંહ ચૌહાણ મુખ્યપ્રઘાન બન્યા.
15 વર્ષ સુધી મધ્યપ્રદેશમાં ભાજપની સત્તા હતી જે 2018માં સમાપ્ત થઇ ગઇ અને હવે અહીં કોંગ્રેસની સરકાર છે.