તેલંગાણાના રાજ્યપાલ તિમિલસાંઈ સૌંદરરાજન અને મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવ રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે મુખ્યપ્રધાન કે.સી રાવ સહિત વરિષ્ઠ અધિકારી તેમના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યાં હતાં.
સ્વાગત બાદ રામનાથ કોવિંદની રહેવાની વ્યવસ્થા શહેરમાં આવેલાં રાષ્ટ્રપતિ ભવન ખાતે કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હૈદરાબાદના પ્રવાસે તેલંગાણા સરકારે ટ્વીટ કરીને જણાવ્યુ હતું કે, "તેઓ 23 ડિસેમ્બરે તિરુવનંતપુરમ માટે રવાના થશે. 26 ડિસેમ્બરે સાંજે હૈદરાબાદ પરત રહેશે અને 27 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ ભવનમાં તમની 'એટ હોમ' જેવી મેજબાની કરવામાં આવશે. ત્યારબાદ 28 ડિસેમ્બરે તે દિલ્હી પરત જવા માટે રવાના થશે."
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હૈદરાબાદના પ્રવાસે પંરપરા અનુસાર, રાષ્ટ્રપતિ વર્ષમાં ઓછામાં ઓછા એકવાર રાષ્ટ્રપતિ ભવનમાં રોકાય છે. આ ભવન બોલારમમાં આવેલું છે. જેને હૈદરાબાદના નિઝામથી ખસેડવામાં આવ્યું હતું અને રાષ્ટ્રપતિ સચિવાલયને સોંપવામાં આવ્યું હતું.
આ ભવનનું નિર્માણ 1860માં થયું હતું. જે કુલ 90 એકડ જમીનમાં પથરાયેલું છે અને તેમાં કુલ 11 રૂમ છે.