ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોવિંદ 20-28 ડિસેમ્બર સુધી સિકંદરાબાદના રાષ્ટ્રપતિ નિલયમમાં રહેશે

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 20થી 28 ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતમાં તેમના વાર્ષિક પ્રવાસ દરમિયાન તેલંગણાના સિકંદરાબાદમાં રાષ્ટ્રપતિ નિલયમમાં રોકાશે. આ દરમિયાન તેઓ 22મી ડિસેમ્બરે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરશે. ગુરુવારે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી.

President
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

By

Published : Dec 20, 2019, 8:08 AM IST

રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 22 ડિસેમ્બરે હૈદરાબાદના રાજભવનમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરશે.

રાષ્ટ્રપતિ કોવિંદ સોમવારે પુડ્ડુચેરીની મુલાકાત લેશે. જ્યાં તેઓ પોંડિચેરી યુનિવર્સિટીના 27માં પદવીદાન સમારોહને સંબોધન કરશે.

આ ઉપરાંત રાષ્ટ્રપતિ કોવિંદ 25 ડિસેમ્બરે કન્યાકુમારીમાં આવેલા વિવેકાનંદ સ્મારક અને વિવેકાનંદ કેન્દ્રની પણ મુલાકાત લેશે.

27 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સિકંદરાબાદના રાષ્ટ્રપતિ નિલયમ ખાતે રાજ્યના વરિષ્ઠ મહાનુભાવો, પ્રધાનો, અધિકારીઓ અને શિક્ષણવિદોને ભોજન સમારંભ માટે આમંત્રણ આપશે.

ABOUT THE AUTHOR

...view details