નવી દિલ્હીઃ દિલ્હી યુનિવર્સિટી (ડીયુ)ના કુલપતિ પ્રોફેસર યોગેશ ત્યાગીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ યોગેશ ત્યાગી વિરુદ્ધ ડીયુમાં વહીવટીમાં ગેરરીતિઓ માટે તપાસના આદેશ આપ્યા છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હી વિશ્વવિદ્યાલયના કુલપતિને કર્યા સસ્પેન્ડ - delhi university
દિલ્હી યુનિવર્સિટી (ડીયુ)ના કુલપતિ પ્રોફેસર યોગેશ ત્યાગીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ યોગેશ ત્યાગી વિરુદ્ધ ડીયુમાં વહીવટીમાં ગેરરીતિઓ માટે તપાસના આદેશ આપ્યા છે.
વિશ્વવિદ્યાલયના કુલપતિને કર્યા સસ્પેન્ડ
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ નિશાંકે વહીવટી ગેરરીતિના કેસમાં યોગેશ ત્યાગી વિરુદ્ધ તપાસ કરવા રાષ્ટ્રપતિની મંજૂરી માંગી હતી. આ પછી રાષ્ટ્રપતિએ આ મામલે તપાસની મંજૂરી આપી દીધી છે.